ગુજરાતી સિનેમાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન થયું છે. મુંબઈ ખાતે ટૂંકી બિમારી બાદ ચંદ્રકાંત પંડયા નિધન થયું છે. તેમને પોતાના અભિનયથી ચાહકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી હતી. જ્યારે તેમના અચાનક અવસાનથી તેમના ચાહકોમાં દુઃખની લહેર છવાઈ ગઈ છે.

તેમને રામાયણમાં નિષાદરાજનો રોલ કર્યો હતો. 78 વર્ષની વયે ચંદ્રકાંત પંડયાનું નિધન થયું છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિન્ય કર્યો હતો. માનવીની ભવાઈ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. મહીયરની ચૂંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ હતી.

ગુજરાતી ફિલ્મ જગતમાં તેમને ૧૦૦ થી વધુ ફિલ્મોમાં અભિન્ય કર્યો હતો. ગુજરાતી ટેલીવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સીરીયલોમાં પણ તેમને કામ કર્યું હતું. જ્યારે તેમનો રામાયણમાં નિષાદરાજનો રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.