સલમાન ખાનના પિતા અને પ્રખ્યાત લેખક સલીમ ખાને આગલા દિવસે તેમનો 87 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન સહિત તેમનો સમગ્ર પરિવાર સલીમ ખાનના ખાસ દિવસે સાથે જોવા મળ્યા હતા. સલીમ ખાનના પુત્ર અરબાઝ ખાને પણ તેના ઈન્સ્ટાગ્રામ પર પિતાના ઘરે ઉજવેલા જન્મદિવસની તસવીરો શેર કરી છે.

અરબાઝ ખાને તેના પિતાના જન્મદિવસ પર ફેમિલી રિયુનિયનની સુંદર તસવીરો શેર કરી હતી. તસ્વીરોમાં સલમાન, સોહેલ ખાન, અલવીરા ખાન, હેલન, સલમા ખાન, અતુલ અગ્નિહોત્રી, અર્પિતા ખાન અને તેમના બાળકો આહિલ અને આયત બર્થડે બોય સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

પ્રથમ તસ્વીરમાં સંપૂર્ણ પરિવાર દિગ્ગજ લેખક સાથે પોઝ આપતો જોવા મળ્યા હતા જ્યારે આ દરમિયાન સલીમ ખાન ડાઇનિંગ ટેબલ પર સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેતા જોવા મળ્યા હતા. ચિકન બિરયાનીથી લઈને પાયા કરી સુધી, ડાઈનિંગ ટેબલ મોંમાં પાણી આવે તેવી વાનગીઓથી ભરેલું હતું. સલમાન તેની ભત્રીજી આયતને ખોળામાં રાખેલો જોવા મળે છે. બીજી અને ત્રીજી તસવીરમાં અરબાઝ તેના પિતા સાથે પોઝ આપતો અને તેના ગાલ પર ક્યૂટ કિસ કરતો જોવા મળે છે. તસવીરોની સાથે તેણે પિતાને પણ શુભેચ્છા પાઠવી હતી. અરબાઝે લખ્યું કે, હેપ્પી બર્થડે ડેડી.

અરબાઝ હાલમાં જ માનવ વિજ સાથે ‘તણાવ’ નામની વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. આ પછી તેની સલમાન સાથે ‘દબંગ 4’ છે. પિંકવિલાના અહેવાલ મુજબ, અરબાઝે પુષ્ટિ કરી હતી કે તે ચોથા ઇન્સ્ટોલમેન્ટ પર કામ કરી રહ્યો છે.

સલમાન ખાન હાલમાં પૂજા હેગડે અને શહનાઝ ગિલ સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાર બાદ તે કેટરિના કૈફ સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે. બંને ફિલ્મો 2023માં રિલીઝ થવાની છે.