આ દિવસોમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે દર્શકોનો ક્રેઝ જોઈને સાઉથના ઘણા કલાકારો અને અભિનેત્રીઓને બોલિવૂડ ફિલ્મોની ઓફર મળી રહી છે. સાઉથના ઘણા મોટા સ્ટાર્સ બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. નાગા ચૈતન્ય આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. હવે અહેવાલ છે કે સલમાન ખાનની ‘નો એન્ટ્રી 2’માં સાઉથની ઘણી અભિનેત્રીઓ મહત્વની ભૂમિકામાં આવવાની છે.

જી હા, સલમાન ખાનની ‘ટાઈગર 3’ બાદ હવે આગામી ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ આવવાની છે. ફિલ્મમાં સલમાન ખાનને અનિલ કપૂર અને ફરદીન ખાન કંપની આપતા જોવા મળશે અને હવે ચર્ચા છે કે, ફિલ્મ માટે સાઉથની ઘણી ટોપ અભિનેત્રીના નામ પર ચર્ચા ચાલી રહી છે.

બોલિવૂડ લાઈફે સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રશ્મિકા મંદન્ના, સામંથા પ્રભુ રૂથ, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા જેવી ટોચની અભિનેત્રીઓને ‘નો એન્ટ્રી 2’ નો ભાગ બનવા માટે પસંદ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં આખી પેઢીની લગભગ 10 અભિનેત્રીઓ જોવા મળશે અને આ સાઉથની અભિનેત્રીઓ કેટલાક મહત્વના રોલ માટે રેસમાં છે. આ સાથે ફિલ્મ સમગ્ર ભારતમાં અપીલ કરશે.

તમને જણાવી દઈએ કે ‘પુષ્પા’ને કારણે રશ્મિકા બોલિવૂડ પ્રેમીઓમાં પણ લોકપ્રિય ચહેરો બની ગઈ છે. તે જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મંજુ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સામંથા રૂથ પ્રભુએ ‘ફેમિલી મેન 2’ દ્વારા દેશભરના દર્શકોના દિલ જીતી લીધા છે. તે જ સમયે, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા પણ બોલિવૂડમાં જાણીતા નામ છે. હવે જોઈએ કે સલમાન ખાનની ‘નો એન્ટ્રી 2’માં કોની એન્ટ્રી થાય છે.