સામન્થા રૂથ પ્રભુની ફિલ્મ ‘યશોદા’ 11 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને હવે આખરે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અભિનેત્રી સરોગેટ માતાની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મમાં એક્શન સાથે ઈમોશનનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે, સાથે જ અભિનેત્રીની એક્ટિંગ પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ દરમિયાન ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન પણ સારું રહ્યું છે.

આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘યશોદા’એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. 35 કરોડના બજેટમાં બનેલી સામન્થા રૂથ પ્રભુ ની ફિલ્મના પ્રથમ દિવસનું કલેક્શન મેકર્સને રાહત આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ઓપનિંગ ડેટ પર 3.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાથે જ તમને જણાવી દઈએ કે, પ્રી-રિલિઝ દરમિયાન પણ ફિલ્મે બમ્પર કમાણી કરી હતી. ‘યશોદા’ ઓટીટી અને સેટેલાઇટ રાઇટ્સ દ્વારા 55 કરોડ રૂપિયા એકત્ર કરી ચૂકી છે. એટલે કે નિર્માતાઓએ ફિલ્મની કિંમત વસૂલ કરી લીધી છે અને હવે બોક્સ ઓફિસ પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, ‘યશોદા’ની 3.20 કરોડ રૂપિયાની આ કમાણી તમામ ભાષાઓને મળી છે. હવે નિર્માતાઓથી લઈને વિવેચકો સુધીની નજર શનિવાર અને રવિવારના કલેક્શન પર રહેલી છે. જો આ બે દિવસમાં પણ ફિલ્મની કમાણી સારી રહેશે તો ‘યશોદા’ને હિટ બનતા કોઈ રોકી શકશે નહીં. સામન્થા રૂથ પ્રભુ પોતાની ખરાબ તબિયતને કારણે ‘યશોદા’ નું કોઈ ખાસ પ્રમોશન કરી શકી નથી. તે ભાગ્યે જ બે-ત્રણ ઈવેન્ટ્સ દરમિયાન દેખાઈ હતી અને દરેક જણ તેની ફિલ્મ કરતાં તેના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતિત હતા. ‘યશોદા’ નું નિર્દેશન હરીશ નારાયણ અને કે. હરિશંકરની જોડીએ કર્યું છે.