પ્રખ્યાત સંતૂર વાદક અને પદ્મશ્રી પુરસ્કાર થી સમ્માનિત પંડિત ભજન સોપોરીએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 74 વર્ષના હતા. તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પંડિત સોપોરીનો જન્મ વર્ષ 1948 માં શ્રીનગરમાં થયો હતો. તેમનું સંપૂર્ણ નામ ભજનલાલ સોપોરી છે અને તેમના પિતા પંડિત એસએન સોપોરી પણ સંતૂર વાદક હતા. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના સુફિયાથી સંબંધ ધરાવતા હતા.

સોપોરી કાશ્મીર ઘાટીના સોપોરના રહેવાસી હતો. તે તેમના વંશને પ્રાચીન સંતૂર નિષ્ણાતોથી જોડતા હતા. તેમના પરિવારની છ પેઢીઓ સંગીત સાથે સંકળાયેલ છે. સોપોરીનો પુત્ર અભય રૂસ્તમ સોપોરી પણ સંતૂર વાદક છે.

આ અગાઉ 10 મેના રોજ, ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંથી એક સંતૂર વાદક પંડિત શિવ કુમાર શર્માનું મુંબઈના પાલી હિલ ખાતેના તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમની ઉંમર 83 વર્ષની હતી. 11 મેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સંપૂર્ણ રાજકીય સમ્માનની સાથે પવન હંસ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.