દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરીસ્થિતિને કાબુમાં લેવા માટે ઘણા રાજ્યો કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. દેશના સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં સખ્ત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ પરીસ્થિતિ કાબુથી બહાર જોવા મળતા ઉદ્ધવ સરકારે જીમ અને ફિલ્મોની શુટિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં સ્ટાર્સ પોતાના ઘરમાં જ બંધ થઈ ગયા છે.

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને સારા અલી ખાન પોતાની ફીટનેશ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. જીમ બંધ થવાના કારણે જાહ્નવી અને સારા હોમ વર્કઆઉટ કરી રહી છે. સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં બંને વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. બંનેના વર્કઆઉટ કરતો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કેમકે તે કોઈ મશીન સપોર્ટ વગર સેલ્ફ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
સારા અલી ખાને વિડીયો શેર કરતા કેપ્શનમાં પણ ઘણું સ્પેશલ લખ્યું છે. સારા અલી ખાને લખ્યું છે કે, “ફૂલોની સાથે આગળ વધો. સ્થિર અને ધીમે, કિક હાઈ-સ્ક્વાટ લો. આવી રીતે તમે ગોલ્ડન ગ્લો પ્રાપ્ત કરી શકો છો.”

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

એવામાં અભિનેત્રીનું લુક જોઇને ચાહકો તેમના પર ફિદા થઈ ગયા છે. ચાહકોએ તો બંનેને ફિલ્મમાં સાથે જોવાની ઈચ્છા જાહેર કરી દીધી છે. કેમકે બંનેની જોડી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ ટ્રેડીગ્સમાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને તાજેતરમાં આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રેની શુટિંગ સમાપ્ત કરી છે. આ ફિલ્મમાં તે ધનુશ અને અક્ષય કુમારની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. અગાઉ તેમને ફિલ્મ કુલી નંબર ૧ માં વરુણ ધવનની સાથે જોવા મળ્યા હતા.