શાહરૂખ ખાનના કમબેકની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. તે છેલ્લે 2018 માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ત્યારથી શાહરૂખે અભિનયની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. શાહરૂખ હવે કમબેક કરવા જઈ રહ્યા છે. તે બેક ટુ બેક પોતાની ફિલ્મોની જાહેરાત કરી રહ્યા છે. પઠાણ અને ડંકી બાદ હવે શાહરૂખે નવી ફિલ્મની જાહેરાત કરી છે. શાહરૂખની નવી ફિલ્મનું નામ જવાન છે. જેનું દિગ્દર્શન એટલી કરી રહ્યા છે.

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝે આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝર શેર કરતી વખતે તેણે લખ્યું છે કે, જ્યારે શાહરૂખ અને એટલી સાથે આવે છે, ત્યારે તેઓ તમારા મગજને ચકિત કરી દે છે. એક્શન એન્ટરટેનર જવાન માટે તૈયાર રહો. તે 2 જૂન, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટીઝરમાં ચાહકોને શાહરૂખ ખાનનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તેનો ચહેરો પાટાથી ઢંકાયેલો છે અને તેને ઈજા થયેલી છે. તેની સાથે તેમના હાથમાં બંદૂક જોવા મળી રહી છે. શાહરૂખનો આ એક્શન અવતાર ચોક્કસપણે ફેન્સનું દિલ જીત લેનાર છે.

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સંકેત આપ્યો હતો કે, તે કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. તેમને કહ્યું હતું કે, 2 વાગે કંઈક ધમાકેદાર આવવાનું છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે જવાનમાં શાહરૂખ ખાન સાથે સાઉથની ક્વીન નયનતારા લીડ રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ આ ફિલ્મમાં ડબલ રોલ કરવાનો છે.