ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. શોમાં ‘જેઠાલાલ’ હોય કે ‘બબીતા જી’, દરેક પાત્રે લોકો પર એવી છાપ છોડી છે કે, દર્શકો હવે તેમને તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ તેમના પાત્રોના નામથી ઓળખે છે. થોડા દિવસો પહેલા તારક એટલે કે, શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે શોમાં વાપસી કરી શકે છે. આ વાતનો ખુલાસો અન્ય કોઈએ નહીં પણ શોમાં તેના ખાસ મિત્ર દિલીપ જોશીએ કર્યો છે.

દિલીપ જોશીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન શૈલેષ લોઢાને શો છોડવાની વાત કરી હતી. તેના વિશે વાત કરતાં તેમને જણાવ્યું કે, “પરિવર્તન સ્વાભાવિક છે. થોડી મુશ્કેલી થાય છે જ્યારે તે શો છોડે છે કેમકે તમારો તમારા કો-સ્ટાર સાથે લય સેટ થઈ જાય છે. પરંતુ ક્યારે પણ ના પાડશો નહીં. કેમકે શૈલેષ ભાઈ આવી પણ શકે છે.” દિલીપ જોશીની આ વાતોને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોના મનમાં આશા જગાવી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે એવી પણ ખબર આવી હતી કે, દયા બેન શોમાં વાપસી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રાખી વિજન માટે દયા બેનની પસંદગી કરવામાં આવી હતી. જો કે, બાદમાં રાખી વિજને પોતે જ આ અટકળોને સંપૂર્ણપણે સાફ કરી દીધી અને ટ્વીટ કરીને કહ્યું, ‘આ સમાચાર અફવા છે, જેનાથી મને આશ્ચર્ય થયું છે. પ્રોડ્યુસર કે ચેનલ દ્વારા હજુ સુધી મારો સંપર્ક કરવામાં આવ્યો નથી.

બીજી તરફ અભિનેતા શૈલેષ લોઢાની વાત કરીએ તો તે હાલમાં ‘વાહ ભાઈ વાહ’ ના ભાગ બન્યા છે. તેમણે આ શો વિશે એક નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, “વાહ ભાઈ વાહ એક કવિ તરીકે મારા હૃદયની ખૂબ નજીક છે અને હું ખૂબ જ આભારી છું કે શેમારુએ આવો શો લાવવાનો નિર્ણય કર્યો.”