સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ ની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. 5 વર્ષની લાંબી રાહ બાદ આખરે આ શો ટૂંક સમયમાં જ સેલિબ્રિટી સાથે કમબેક કરવા જઈ રહ્યો છે. આ શોને ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક, ફિલ્મ નિર્માતા કરણ જોહર, અભિનેત્રી માધુરી દીક્ષિત અને ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી દ્વારા જજ કરવામાં આવશે. ચાહકો આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્રિકેટરોથી લઈને બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ સુધી, ‘ઝલક દિખલા જા’ ની 10મી સીઝનમાં દેશભરની અનેક હસ્તીઓ જોવા મળશે. એવા અહેવાલો છે કે આમાં ‘બિગ બોસ 11’ વિજેતા શિલ્પા શિંદેનું નામ પણ સામેલ છે. ‘ભાબી જી ઘર પર હૈ’ થી ઘર-ઘર પોતાની ઓળખ બનાવનાર શિલ્પા શિંદે સૌથી સક્ષમ અભિનેત્રીઓમાંની એક છે, જેણે ઘણી ટીવી સીરીયલ અને વેબ શોમાં કામ કર્યું છે.

નાના પડદા પર શિલ્પાની એક્ટિંગ લોકો દીવાના હતા ત્યારે ‘બિગ બોસ 11’માં તેમણે પોતાના રિયલ અવતારથી બધાને દિવાના બનાવી દીધા હતા. ‘ETimes’ ના એક અહેવાલ અનુસાર, શિલ્પા શિંદેને શોની કન્ફર્મ કન્ટેસ્ટન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે. તે અહીં તેના ડાન્સિંગ મૂવ્સ સાથે ધમાલ કરતી જોવા મળશે. અભિનય અને દોષરહિત શૈલી ઉપરાંત હવે તે પોતાની છુપાયેલી પ્રતિભા એટલે કે ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દેશે.

શિલ્પા શિંદે ઉપરાંત શોના કન્ફર્મ થયેલા સ્પર્ધકોમાં ‘અનુપમા’ ફેમ એક્ટર પારસ કાલનવત, નિયા શર્મા, નીતિ ટેલર, ‘કુંડલી ભાગ્ય’ ફેમ ધીરજ ધૂપર અને હિના ખાન જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. નામો પણ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં ક્રિકેટરોમાં હરભજન સિંહ અને સુરેશ રૈનાના આગમનની ચર્ચાઓ ચાલી રહી છે.