કોરોના મહામારીથી પહેલા આર્થી દબાવમાં ઘણા શો અધવચ્ચે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે આ દરમિયાન અભિનેત્રીની ફી પર પણ તેની અસર પડી છે. ઘણા શોના બ્રોડકાસ્ટર્સે ફીમાં કપાત કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કેટલીક અભિનેત્રીએ આ નિર્ણયને લઈને નારાજગી પણ જાહેર કરી છે. તેમ છતાં બધાને આ નવા નિયમોના આધારે કામ કરવું પડી રહ્યું છે. આ નિર્ણયની અસર કોમેડિયન ભારતી સિંહ પર પણ પડી છે. સુત્રોના અનુસાર સમાચાર મળ્યા છે કે, ડાંસ દીવાને શો માટે તેમની ફીમાં ૭૦ ટકાનો કપાત કરવામાં આવ્યો છે. જયારે ધ કપિલ શર્મા શોમાં તેમની ફી ૫૦ ટકા ઓછી કરી દેવામાં આવી છે.

તેને લઈને વાત કરતા ભારતી સિંહે જણાવ્યું છે કે, મને લાગે છે કે, કપાતના વિશેમાં સાંભળીને બધાને ઝટકો લાગ્યો છે, હુ પણ તેમાંથી એક છુ. તેમ છતાં મેં તેને વિશે ઘણી વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે મેં જોયું કે, પરીસ્થિતિ વાસ્તવમાં બદલાઈ ગઈ છે. આટલું કામ બંધ થઈ ગયું છે. ટીવી અને શોને સ્પોન્સર મળી રહ્યા નથી તો ચેનલ્સ ક્યાથી પૈસા લાવે. દરેક પોતાના પગ પર ફરીથી ઉભું થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક વખત ફરી જ્યારે અમે સારી રેટિંગ્સ પ્રાપ્ત કરવા લાગીશું, પછી ફી પણ ફરીથી વધી જશે.

ભારતીનું કહેવું છે કે, આ પડકારજનક સમયમાં દરેકને સાથે મળીને કામ કરવું પડશે. તેમને આશા છે કે, તેમની જે વાસ્તવિક ફી છે તે બધું જ ઠીક થયા બાદ પહેલા જેવી જ થઈ જશે. ભારતીએ જણાવ્યું છે કે, આટલા વર્ષથી અમે એક ચેનલ પર કામ કરીએ છે અને તે અમારી વાત માને છે. તો જ્યારે આજે તે સામેથી હેલ્પ માંગી રહી છે તો મને નથી લાગતું કે કોઈ પણ આર્ટીસ્ટે ના પાડી હોય.