ટીવી અભિનેતા અને બિગ બોસ 13 નો વિજેતા સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયું છે. ગઈ કાળના મોડી રાત્રે તેનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 40 વર્ષના હતા. તેની સાથે તે તાજેતરમાં બિગ બોસ OTT અને ડાન્સ દિવાને 3 માં તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહેનાઝ ગીલ સાથે જોવા મળ્યા હતા.

એવામાં હવે સિદ્ધાર્થ શુક્લાની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા ઝડપથી વાયરલ થઈ રહી છે. સિદ્ધાર્થ શુક્લાએ ૨૪ ઓગસ્ટના છેલ્લી વખત ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી અને ફ્રંટલાઈન વર્કર્સને આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની તસ્વીર શેર કરતા જણાવ્યું હતું કે, “બધા ફ્રન્ટલાઈન વર્કર્સનો દિલથી આભાર! તમે પોતાના જીવનને જોખમમાં મુકો છો, અગણિત કલાકો કામ કરો છે અને એવા દર્દીઓને દિલાસો આપે છે જે પોતાના પરિવારોના સાથે હોઈ શકતા નથી. તમે વાસ્તવમાં સૌથી બહાદુર છો.! આગળની પંકિતમાં રહેવું સરળ નથી, પરંતુ અમે વાસ્તવમાં તેમના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. #MumbaiDiaryOnPrime આ સુપરહીરો માટે સફેદ ટોપી, નર્સિગ સ્ટાફ અને તેમન અગણિત બલિદાનો માટે એક શ્રદ્ધાંજલિ છે. ૨૫ ઓગસ્ટના ટ્રેલર આઉટ.

બીગ બોસ અને ખતરો કે ખેલાડીના વિજેતા રહ્યા

ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલીટી શો બીગ બોસની ૧૩ મી સીઝન જીત્યું હતું. તેના સિવાય તેમને ખતરો કે ખેલાડીની સાતમી સીઝન પણ પોતાના નામે પણ કરેલ હતું. સીરીયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લાએ દેશના ઘર-ઘરમાં પોતાની ઓળખાણ પણ બનાવી હતી.

મોડલિંગથી કારકિર્દીની શરૂઆત, બોલીવુડમાંથી પણ છવાયા

મુંબઈમાં ૧૨ ડીસેમ્બર ૧૯૮૦ ના રોજ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની એક મોડલ તરીકે શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૪ માં તેમને ટીવીથી પોતાની એક્ટિંગથી ડેબ્યુ કરવામાં આવ્યું હતું. ૨૦૦૮ માં તે બાબુલના આંગન છુટેના નામના ટીવી સીરીયલમાં દેખાયા હતા, પરંતુ તેમનું રીયલ ઓળખાણ બાલિકા વધુ સીરીયલથી બની હતી જેનાથી તેમને ઘર-ઘર સુધી ઓળખાણ બનાવી હતી.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા બાદ સિદ્ધાર્થ શુક્લાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ ૨૦૨૪ માં આઈ હંપટી શર્માની દુલ્હનિયા ફિલ્મમાં તે જોવા મળ્યા હતા. આ વર્ષે તેમની બ્રોકન બટ બ્યુટીફલ નામની વેબ સીરીઝ આવી હતી. જે ઘણી ચર્ચામાં પણ રહી હતી.