બોલિવૂડ અભિનેતા સોહેલ ખાન અને સીમા ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. લગ્નના 24 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સોહેલ ખાન અને સીમા ખાન આજે ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. તેમની ફેમિલી કોર્ટની બહારની તસવીરો વાયરલ થઈ રહી છે.

એક નામી ચેનલના અહેવાલ મુજબ, ફેમિલી કોર્ટના એક સૂત્રએ જણાવ્યું છે કે, સોહેલ ખાન અને સીમા ખાન આજે કોર્ટમાં હાજર હતા. બંનેએ છૂટાછેડા ફાઈલ કર્યા છે. તે દરમિયાન બંને મિત્રો જેવા દેખાતા હતા.

ફેમિલી કોર્ટમાં છૂટાછેડા નોંધાવ્યા બાદ બંને પોત-પોતાની કારમાં ઘરે જવા નીકળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં સોહેલ ખાન સુરક્ષાથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સોહેલ ખાન અને સીમા ખાન વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને બે બાળકો નિર્વાણ અને યોહાન છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2017માં સોહેલ અને સીમાના અલગ થવાની માહિતી સામે આવી હતી. શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં બતાવવામાં આવ્યું હતું કે, સોહેલ અને સીમા અલગ રહે છે અને બાળકો બંને સાથે રહે છે. આ શોથી સ્પષ્ટ થઈ ગયું હતું કે સીમા અને સોહેલ અલગ રહે છે.