બાંગ્લા અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં તાજેતરમાં પોતાના પતિ નીખીલ જૈનથી અલગ થવાના કારણે ચર્ચામાં છે. નુસરત જહાં અને નીખીલના લગ્ન ૨૦૧૯ માં થયા હતા અને ૨ વર્ષથી ઓછા સમયમાં આ કપલ અલગ થઈ ગયું છે. હવે અલગ થયા બાદ નીખીલ અને નુસરત જહાંએ એક-બીજા ઉપર ઘણા આરોપ લગાવ્યા છે. આમ તો ઘણા લોકોને જાણ છે કે, લગ્ન પહેલા નુસરત જહાં એક એવા વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી જેના પર ગેંગ રેપનો આરોપ લાગ્યો હતો.

પોલીટીક્સમાં આવ્યાથી ઘણી ઓળખાણ મેળવનાર નુસરત જહાં કાદિર ખાનના નામના વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી. કાદિર ખાનને કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં થયેલ ગેંગ રેપમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. તે સમયે કાદિર પર રેપના આરોપ લગાવ્યા બાદ નુસરત જહાંએ પોતાના બોયફ્રેન્ડનો બચાવ પણ કર્યો હતો. નુસરત જહાંએ જણાવ્યું હતું કે, તેમને કાદિરથી આ જાણી પ્રેમ નહોતો કર્યો કે એક દિવસ તેમને રેપિસ્ટ કહેવામાં આવશે. નુસરત જહાંએ કાદિરના મુદ્દા પર મદદ માટે સીએમથી પણ મદદની માંગણી કરી હતી.

નુસરત જહાંએ કાદિર પર રેપનો આરોપ લાગ્યા પહેલા તેમને પોતાના પરિવારથી પણ મુલાકાત કરાવી હતી. નુસરત જહાં અને કાદિરે એક-બીજાને ૪ વર્ષ સુધી ડેટ કર્યું હતું. નુસરત અને કાદિર મુલાકાત એક કોલેજ ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ત્યાર બાદ જલ્દી જ તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. રેપના આરોપ લાગ્યા બાદ કાદિર ખાન ફરાર થઈ ગયો હતો. ૪ વર્ષ બાદ ૨૦૧૬ માં તેને કોલકાતા પોલીસે ગ્રેટર નોઇડામાંથી ધરપકડ કરી હતી.