સોનાક્ષી સિન્હાએ કરી નવી ફિલ્મની જાહેરાત, અભિનેત્રીનો હોરર લૂક આવ્યો સામે

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોનાક્ષી સિંહા વિશે તેના લગ્ન અને ક્યારેક સગાઈના અહેવાલો છે. ભૂતકાળમાં સોનાક્ષીએ પોતાના હાથમાં વીંટી પહેરીને ફોટો શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા. હવે ફરી એકવાર અભિનેત્રી લાઈમલાઈટમાં આવી છે. જોકે, આ વખતે તેનું કારણ તેની અંગત જિંદગી નહીં પરંતુ તેની નવી ફિલ્મ છે.
અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીની એક મોટી તસ્વીર વિખરાયેલા વાળ અને ડરામણા લુકમાં જોવા મળી રહી છે. જ્યારે ગાઢ જંગલો વચ્ચે વ્યક્તિનો પડછાયો પણ દેખાય રહ્યો છે. પોસ્ટર જોઈને લાગે છે કે અભિનેત્રી કોઈ હોરર ફિલ્મમાં જોવા મળવાની છે. પોસ્ટર સાથે સોનાક્ષીએ જણાવ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.
ફિલ્મનું નિર્દેશન કુશ સિંહા કરી રહ્યા છે. જ્યારે ફિલ્મમાં અભિનેત્રી પરેશ રાવલ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે, જેના માટે તેણે પોતાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો છે. આ બંને સિવાય અભિનેતા સુહેલ નય્યર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હશે. આમ તો પરેશ રાવલ જે પણ ફિલ્મમાં છે, તેમાં કોમેડીનો રંગ ચોક્કસ જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ગંભીર હોરર હશે કે હોરર કોમેડી. હાલમાં સોનાક્ષીના આ ડરામણા લુકને જોઈને ફેન્સ ફિલ્મ માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.