સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા કે મુરલીધરનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે તામિલનાડુના કુમ્બકોનમમાં તેમના વતન ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, મુરલીધરન ભૂતપૂર્વ તમિલ નિર્માતા પરિષદના પ્રમુખ પણ હતા. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

કમલ હાસને ટ્વિટ કરીને કે મુરલીધરનને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે તમિલમાં એક ટ્વીટમાં જણાવ્યું છે કે, લક્ષ્મી મૂવી મેકર્સના નિર્માતાના મુરલીધરન જેમને ઘણી હીટ ફિલ્મો બનાવી, હવે તે રહ્યા નથી, ડીયર શિવા, મને તે દિવસ યાદ છે. તેમને શ્રદ્ધાંજલિ.

ઘણી હિટ ફિલ્મો બનાવનાર લક્ષ્મી મૂવી મેકર્સના નિર્માતા કે મુરલીધરન હવે નથી. પ્રિય શિવ, મને એ દિવસો યાદ છે. તેમને શ્રદ્ધાંજલિ.

કે મુરલીધરને તેના સહયોગીઓ સ્વર્ગીય વી સ્વામીનાથન અને જી વેણુગોપાલ સાથે મળીને પ્રોડક્શન હાઉસ લક્ષ્મી મૂવી મેકર્સ શરૂ કર્યું હતું. આ દ્વારા તેણે અંબે શિવમ, પુધુપેટ્ટાઈ અને બગવતી જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી હતી. બીજી તરફ લક્ષ્મી મૂવી મેકર્સે તમિલ સિનેમાના કેટલાક મોટા સ્ટાર્સ સાથે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમણે બનાવેલી છેલ્લી ફિલ્મ સકલકલા વલ્લવન હતી, જેમાં જયમ રવિ, ત્રિશા અને અંજલી અભિનીત હતી. તે 2015 માં રિલીઝ થઈ હતી.