સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ આજકાલ પોતાની પ્રેગનેન્સીના કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, કાજલ અગ્રવાલ પ્રેગનેન્ટ છે. ગયા વર્ષે 30 ઓક્ટોબરના તેમને પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે મુંબઈમાં લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર તેનો પરિવાર અને કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન બાદ બંને એક સાથે વેકેશન પર પણ ગયા હતા, જેની તસ્વીરો પણ કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લગ્નના થોડા સમય બાદ કાજલ અગ્રવાલના પ્રેગનેન્સી સમાચાર સામે આવ્યા હતા. તેમ છતાં તેના પર અત્યારે કાજલ અને તેમના પતિ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ જે રીતે કાજલે ફિલ્મોની શુટિંગને રોકી દીધી છે. તેનાથી લોકોને ઈશારો મળી ગયો છે કે, તેમના ઘરમાં જલ્દી જ ગુડ ન્યુઝ આવવાના છે.

જલ્દી જ બાળકને જન્મ આપશે

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કાજલ પ્રેગનેન્ટ છે અને જલ્દી જ પોતાના બાળકોને જન્મ આપી શકે છે. વાસ્તવ, કાજલ અત્યારે કોઈ ફિલ્મ સાઈન કરી રહી નથી. જ્યારે ફિલ્મોની શુટિંગને પણ અધવચ્ચે રોકી દેવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ‘અચાર્યાં’ અને ‘ઘોસ્ટ’ ના ફિલ્મમેકર્સને તેમની પ્રેગનેન્સીની જાણકારી દીધી છે. ફિલ્મને તે જલ્દી સમાપ્ત કરશે કયા પછી બ્રેક લેશે. એટલું જ નહીં કાજલે નવા પ્રોજેક્ટ્સ સાઈન કરવાનું પણ બંધ કરી દીધું છે. જેથી તે પ્રેગનેન્સીને એન્જોય કરી શકે છે.

ઘણી વહત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહેનારી કાજલ અગ્રવાલ લાંબા સમયથી દુરી બનાવેલી છે અને તેના કારણે પણ તેમની પ્રેગનેન્સી જ માનવામાં આઈ રહી છે.