અભિનેતા સુનીલ ગ્રોવર છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં બન્યા રહે છે. ગયા મહિને હાર્ટ એટેક આવ્યા બાદ સુનીલના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા લાગ્યા હતા. હાર્ટ એટેકના કારણે અભિનેતાની મુંબઈમાં મોટી સર્જરી પણ થઈ હતી, જ્યારે સુનીલને 3 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે સમાચારોનું માનીએ તો સુનીલ જલ્દી જ કામ પર પરત ફરવાના છે. સમાચાર મુજબ, અભિનેતા આજથી જ પૂર્ણ સમય કામ કરતો જોવા મળશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવર ઋષિકેશમાં એક પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે, 44 વર્ષીય સુનીલ હાર્ટ એટેક આવ્યા બાદથી પોતાની તબિયતને લઈને ખૂબ જ સાવધાન થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા માત્ર હેલ્થી ડાયટ જ નથી લેતો પરંતુ યોગને તેની દિનચર્યામાં પણ સામેલ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુનીલ પણ કામ પર જવા માટે ખૂબ જ ઉત્સુક છે.

સમાચાર અનુસાર, સુનીલ ગ્રોવરની એક બે નહીં પરંતુ ચાર બાયપાસ સર્જરી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સુનીલ ગ્રોવરની સંભાળ લેવા માટે સલમાન ખાને પણ પોતાના ખાસ ડોક્ટરોની ટીમ મોકલી હતી. કહેવાય છે કે, સુનીલ ગ્રોવર અભિનેતા સલમાન ખાનના નજીકના મિત્રોમાંથી એક છે અને કોમેડિયનની બીમારીની જાણ થતા જ સલમાન ખાન ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા.

સલમાન ખાન અને સુનીલ ગ્રોવરે ફિલ્મ ભારતમાં સાથે કામ કર્યું છે. જ્યારે સુનીલ ગ્રોવર થોડા સમય પહેલા રિલીઝ થયેલી વેબસીરીઝ ‘તાંડવ’ માં પણ જોવા મળ્યા હતા. આ સિરીઝમાં સુનીલના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.