પોર્ન ફિલ્મો બનાવવાના મામલે (porn films case) સોમવારે રાત્રે પતિ રાજ કુંદ્રાની ધરપકડના (Raj Kundra arrested) કારણે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને (Shilpa Shetty Kundra) મોટો ઝટકો લાગ્યો છે અને તે ખૂબ તણાવમાં છે. આ મામલે તેણે મોટો નિર્ણય લીધો છે. એવા અહેવાલ છે કે શિલ્પા શેટ્ટીએ પતિની ધરપકડ બાદ ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ (Super Dancer Chapter 4) નું શૂટિંગ મોકૂફ રાખ્યું છે. જો કે, તેઓએ એક એપિસોડ પુરતી હાજર રહી ન હતી કે પછી, શોને અલવિદા કહી દીધું તે વિગતો હજુ સામે આવી નથી.

‘સુપર ડાન્સર 4’ નું શૂટિંગ દર સોમવારે અથવા મંગળવારે થાય છે અને સપ્તાહના અંતિમ બંને એપિસોડનું શૂટિંગ એક જ દિવસે પૂર્ણ થાય છે. આ વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે શિલ્પા શેટ્ટી સોમવારે જ ‘સુપર ડાન્સર 4’ ના બંને એપિસોડ શૂટ કરશે. પરંતુ જલદી જ શિલ્પા શેટ્ટીને પતિ રાજ કુંદ્રાની ધરપકડના સમાચાર મળતા જ તેણે પોતાનો વિચાર બદલી નાંખ્યો અને નિર્ણય કર્યો કે તે આ શો માટે શૂટિંગ કરશે નહીં.

હવે શૂટ શિલ્પા વિના થશે

રિપોર્ટ અનુસાર હવે આવતા વીકએન્ડના બંને એપિસોડનું શૂટિંગ ફક્ત ગીતા કપૂર અને અનુરાગ બાસુ સાથે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના જજ છે. તેની સાથે ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ આ ડાન્સ રિયાલિટી શોના જજ છે. આ સિવાય આ એપિસોડમાં કરિશમા કપૂર ગેસ્ટ જજ તરીકે ઉપસ્થિત રહેશે.