ટીવીનો પ્રખ્યાત શો તારક મેહતાનો ઉલ્ટા ચશ્મામા રીટા રિપોર્ટરનું પણ પાત્ર નિભાવી ચુકેલી અભિનેત્રી પ્રિયા આહૂજા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટીવ રહે છે. પ્રિયા આહૂજા અવારનવાર પોતાની તસ્વીરો શેર કરે છે. તાજેતરમાં તેમણે ગ્લેમરસ ફોટો શેર કરી હતી પરંતુ વખાણ કરવાના બદલે તેના પર રોષ ઠાલવ્યો છે. આ તસ્વીરોના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે.

પ્રિયા આહુજાએ ફોટો શેર કરતા જણાવ્યું હતું કે, જો તમે અંતર્મન માટે સારું હોય, બસ તેને કરી જ નાંખો, તેમ છતાં, આ ફોટોમાં પ્રિયા આહુજાની બ્રાની સ્ટ્રેપ દેખાડવી લોકોને પસંદ આવી નહોતી. તેમણે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરુ કરી નાખ્યું હતું. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ બધુ તમે શું દેખાડી રહ્યા છો.

તારક મહેતાની આ અભિનેત્રીએ બતાવ્યો બ્રાનો બેલ્ટ, અને સોશિયલ મીડિયામાં ટ્રોલનો થઈ શિકાર

 

તેમ છતાં લોકોના ખરાબ કમેન્ટ જોઈને પ્રિયાના પતિ માલવ રાજદા તેમના બચાવમાં આવી ગયા હતા. તેમણે લોકોને વળતો જવા આપતા જણાવ્યું હતું. યુઝર્સના ખરાબ કમેન્ટ ઉપર માલવે જણાવ્યું હતું કે, પોતાની માતા અને બહેનને બોલીને જુઓ, કે તેઓ કેવું રિએક્ટ કરશે. તેમ છતાં અભિનેત્રીના ચાહકોએ તેમના વખાણ પણ કર્યા હતા. કેટલાકે ગ્લેમરસ તો કોઈએ સ્ટનિંગ લુક કહીને કમેન્ટ પણ કરી હતી.

તારક મહેતાની આ અભિનેત્રીએ બતાવ્યો બ્રાનો બેલ્ટ, અને સોશિયલ મીડિયામાં ટ્રોલનો થઈ શિકાર

નોંધનીય છે કે, પ્રિયા અને માલવની મિત્રતા શોના સેટ ઉપર થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. બંનેએ 19 નવેમ્બર 2011 માં રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ 27 નવેમ્બર 2019માં પ્રિયા માતા બની હતી. તેણે પુત્રને જન્મ આપ્યો હતો.