બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ના ફિનાલે એપિસોડની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બિગ બોસ ઓટીટીને કરણ જોહર હોસ્ટ કરી રહ્યા છે. 18 મી ડિસેમ્બરના રોજ આ સીઝનનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. કરણ જોહરે તાજેતરમાં જ સન્ડે કા વાર એપિસોડમાં બિગ બોસ ઓટીટીની ટ્રોફી પણ બતાવી હતી. જ્યારે હવે માત્ર 6 જ દિવસ બાકી છે અને પછી ખબર પડી જશે કે બિગ બોસ ઓટીટીની ટ્રોફી કોણ પોતાના નામે કરશે.

બિગ બોસ ઓટીટીની શરુઆત લગભગ પાંચ અઠવાડિયા અગાઉ એટલે કે 8 મી ઓગસ્ટના રોજ થઈ ગઈ હતી. શોની શરુઆત કન્ટેસ્ટન્ટની જોડીઓ સાથે થઈ ગઈ હતી. તેઓ અમુક અઠવાડિયા સુધી ઘરમાં જોડીઓ બનાવીને રહ્યા અને ગેમમાં પણ કનેક્શનની સાથે જ આગળ વધ્યા હતા. પરંતુ ફિનાલેના થોડા દિવસ અગાઉ બિગ બોસે આખી ગેમ બદલી કાઢી અને જોડીએ તોડી દેવામાં આવી હતી. હવે તમામ કન્ટેસ્ટન્ટ સોલો ગેમ રમતા જોવા મળી રહ્યા છે. ફિનાલેના એક અઠવાડિયા પહેલા મૂસ જટ્ટાના બેઘર થઈ ગઈ હતી.

બિગ બોસ ઓટીટીના ફિનાલેમાં 6 કન્ટેસ્ટન્ટની એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ રિપોર્ટ્સ મુજબ શોમાં ટોપ ચાર જ બાકી રહેશે. અત્યારે ઘરમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, નિશાંત ભટ્ટ, પ્રતિક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નેહા ભસીન રહેલ છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં કયા બે સભ્યો ઘરમાંથી બહાર નીકળશે. બિગ બોસ ઓટીટીનો ફાઈનલ એપિસોડ 18 મી સપ્ટેમ્બરના રોજ સાંજે સાત વાગ્યાથી શરુ કરવામાં આવશે. બિગ બોસના વિજેતાને 55 લાખ રુપિયા ઈનામ અપાશે. આ સિવાય કહેવાય રહ્યું છે કે, બિગ બોસ ઓટીટીમાં જે પણ સ્પર્ધક પબ્લિકના વોટ પછી બાકી રહેશે તેને બિગ બોસ 15 ના ભાગ બનવાની તક આપવામાં આવશે. તે સીઝનને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, બિગ બોસ ઓટીટીમાં શમિતા અને રાકેશની જોડીને મજબૂત માનવામાં આવે છે. આ બન્ને વચ્ચે દોસ્તી પણ ઘણી સારી છે અને અણબનાવ પણ જોવા મળી રહ્યા છે. ટુંકમાં શમિતા અને રાકેશના ખાટા મીટા સંબંધોને દર્શકો એન્જોય કરે છે. હવે આ બન્ને ફિનાલે સુધી પહોંચશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આ સિવાય સિંગર નેહા ભસીન પણ એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે.