પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. સુત્રો અનુસાર, પંજાબ પોલીસની SIT ની તપાસમાં સામે આવ્યું છે કે, મુસેવાલાની હત્યા પહેલા તેના બુલેટપ્રૂફ વાહનની પણ ગણતરી કરવામાં આવી હતી. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના શૂટર્સ સિદ્ધુ મુસેવાલાની કારની બારીઓ કેટલા MM છે તે જાણવા જલંધર ગયા હતા. તેમની બુલેટપ્રૂફ કારની પાછળ બોક્સ છે કે નહીં.

વાસ્તવમાં બુલેટપ્રૂફ વાહન જલંધરમાં બને છે, મૂસેવાલાની ગાડી પણ ત્યા જ તૈયાર કરવામાં આવી હતી. હત્યા પહેલા ફૂલપ્રૂફ પ્લાન બનાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની તપાસમાં પણ આ વાત સામે આવી છે અને પંજાબ પોલીસની SITના સૂત્રોએ આ વાત જણાવી છે. તપાસમાં પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જાન્યુઆરીમાં શૂટર્સ સિદ્ધુ મુસેવાલાને મારવા ગયા હતા, પરંતુ જ્યારે તેમને જોયા કે, મુસેવાલાની સાથે 8 સુરક્ષાકર્મીઓ છે અને દરેકની પાસે AK-47 છે તો બદમાશોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો.

સૂત્રોનું માનીએ તો ત્યાર બાદ એક સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કે, મૂસેવાલા કઈ બુલેટપ્રૂફ ગાડીમાં જાય છે ગાડી ક્યા તૈયાર કરવામાં આવી હતી. તેની સાથે કોણ-કોણ રહે છે? તેમની પાસે કયા શસ્ત્રો છે?. જો સૂત્રોનું માનીએ તો એટલા માટે બિશ્નોઈ અને ગોલ્ડી બરારે તેમના લોકોને AN-94 જેવા અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડ્યા હતા. AN-94 તેથી જો સિદ્ધુ બુલેટપ્રુફ વાહનમાં હોય તો પણ તેમના પર અટેક કરવામાં આવે.

AN-94 એસોલ્ટ રાઈફલ બે શોટ બર્સ્ટ ઓપરેશનનો વિકલ્પ આપે છે. એટલે કે એક પછી એક બે ગોળીઓ ઝડપથી બહાર આવે છે. તેમના બહાર નીકળવાના સમયમાં માઇક્રોસેકન્ડનો અંતર હોય છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો, આ રાઈફલ વડે એક પછી એક બુલેટપ્રુફ વાહનો પર ફાયરિંગ કરવામાં આવે તો તે તૂટી ગયા હોત. બિશ્નોઈ હવે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેને એક પછી એક રહસ્યો ખોલવા માંગે છે.