ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સાઉથ એક્ટર અલ્લુ અર્જુન અને એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાની આ ફિલ્મને માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેના ગીતો અને સંવાદોએ પણ ચાહકોએ આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરિણામે આ ફિલ્મ એટલી લોકપ્રિય બની કે દર્શકો હવે તેના બીજા ભાગ ‘પુષ્પા 2: ધ રૂલ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ ‘પુષ્પા 2’ ની રાહ જોઈ રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થવાનો છે. કારણ કે આ રિપોર્ટમાં અમે ફિલ્મની રિલીઝ ડેટથી લઈને તેના શૂટિંગ સુધીની દરેક માહિતી આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અલ્લુ અર્જુનની ફિલ્મ હવે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર આવી જશે. 6 મહિનાથી વધુના આ શેડ્યૂલમાં અનેક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે 2023ના મધ્યમાં રિલીઝ થવાની આશા છે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અલ્લુ અર્જુને ભાષા સમજવા માટે તેના નજીકના સલાહકારો અને સહયોગીઓને તમિલનાડુ સરહદ અને ચિત્તૂર નજીકના ગ્રામીણ વિસ્તારમાં મોકલ્યા છે. બીજા ભાગમાં અલ્લુ અર્જુન દ્વારા ભજવવામાં આવેલું ‘પુષ્પા’ પાત્ર ફહાદ ફાસીલ દ્વારા ભજવવામાં આવેલા ‘ભંવર સિંહ શેખાવત’ ના પાત્ર સાથે ટકરાશે. જો મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાનું માનીએ તો, સુકુમાર તમિલ અભિનેતા વિજય સેતુપતિને અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2 માં કાસ્ટ કરી શકે છે.

પ્રથમ ભાગમાં, પુષ્પા તરીકે અલ્લુ અર્જુન અને શ્રીવલ્લીના રૂપમાં રશ્મિકા મંદન્નાએ તેના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. દર્શકોને આશા હતી કે, ફિલ્મના બીજા ભાગમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે. પરંતુ, જો અહેવાલોનું માનીએ તો, બીજા ભાગમાં શ્રીવલ્લીના પાત્રને ઓછા દ્રશ્યો આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, શ્રીવલ્લીનું મૃત્યુ પુષ્પા પાર્ટ 2 માં થશે. આ ફિલ્મમાં વિલન (ફહદ ફાસિલ) શ્રીવલ્લીની હત્યા કરતો જોવા મળશે. ત્યારબાદ પુષ્પા તેની પત્નીના મોતનો બદલો લેશે.