કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ની નવી સીઝનની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા તેના નવા પરિવાર સાથે કોમેડી કરવા માટે તૈયાર છે. જ્યારથી શોના પ્રીમિયરની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારથી પ્રોમોઝ સતત બહાર આવી રહ્યા છે. વીડિયોમાં કપિલ શર્મા ફ્લર્ટ કરતા અને ક્યારેક મસ્તી કરતા જોઈ શકાય છે. હવે હવે નવા પ્રોમો વીડિયોમાં કપિલ શર્મા તેની પત્નીને ‘દીદી’ કહેતો જોવા મળી રહ્યો છે.

સોની ટીવીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ કપિલ શર્મા શો’ નો નવો પ્રોમો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોમેડી શોમાં બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા આવી છે, જેની સાથે કપિલ ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કપિલ તેની ઓન-સ્ક્રીન પત્ની બિંદુ એટલે કે સુમોના ચક્રવર્તીને કહે છે, “તમે કોણ લાગો છો મારી દીદી?” સુમોના ‘શર્મા જી’ કહીને બૂમો પાડવા લાગે છે અને કહે છે કે, ડોક્ટરે તમને જણાવ્યું છે કે, તમારે તણાવથી દૂર રહેવું જોઈએ. ત્યારે કપિલ તેમને ચીડવે છે અને કહે છે કે, ડોક્ટરે દૂર રહેવાનું કહ્યું છે તો તમે નજીક કેમ આવો છો. હાસ્યથી ભરેલો આ પ્રોમો વીડિયો જોયા પછી ચાહકો આ એપિસોડ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આજે એટલે કે 10 મી સપ્ટેમ્બર 2022 થી ‘ધ કપિલ શર્મા શો’ ની નવી સીઝન શરૂ થઈ રહી છે. તમામ સ્ટાર કાસ્ટ શનિવારથી રવિવાર રાત્રે 9.30 કલાકે સોની ટીવી પર દર્શકોને હસાવવા આવશે. આ શોના પહેલા એપિસોડમાં કટપુતની કાસ્ટ જોવા મળશે. નવા સ્ટારની વાત કરીએ તો આ વખતે કપિલ, સુમોના અને અર્ચના પુરણ સિંહના શોમાં કીકુ શારદા, સૃષ્ટિ રોડે, સિદ્ધાર્થ સાગર, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત મુસ્કી જોવા મળશે.