બોક્સ ઓફીસ પર ‘બ્રહ્માસ્ત્ર’ નો જાદુ યથાવત, છઠ્ઠા દિવસે આટલા કરોડની કરી કમાણી

અયાન મુખર્જીના ડાયરેકશનમાં બનેલી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો બોક્સ ઓફીસ પર જાદુ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ લોકોના દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. ફિલ્મની વાર્તા કરતાં તેના વીએફએક્સને વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે. જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી રહ્યા છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ બ્રહ્માસ્ત્ર અઠવાડિયાના દિવસોમાં પણ અજાયબીઓ કરવાનું ચાલુ રાખે છે. આ ફિલ્મ 150 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને હવે 200 કરોડનો ટાર્ગેટ છે. કલેક્શનને જોતા કહી શકાય કે આ આંકડો પૂરો કરવામાં વધુ સમય નહીં લાગે. ફિલ્મનું છઠ્ઠા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે.
બ્રહ્માસ્ત્રે પ્રથમ જ દિવસે 37 કરોડનો બિઝનેસ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર બીજી ફિલ્મ હશે. તેની સાથે 200 કરોડનો આંકડો પાર કરનારી આલિયાની આ બીજી ફિલ્મ હશે. ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે. ચાલો તમને ફિલ્મના છઠ્ઠા દિવસના કલેક્શન વિશે જણાવીએ.
બ્રહ્માસ્ત્ર અઠવાડિયાના દિવસોમાં પણ સારો બિઝનેસ કરી રહ્યું છે. ફિલ્મનું છઠ્ઠા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, બ્રહ્માસ્ત્રે લગભગ 10.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર બાદ ફિલ્મનો કુલ બિઝનેસ 165 કરોડની આસપાસ થઈ જશે. આ ફિલ્મ બીજા વીકએન્ડ સુધીમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે તેવી આશા છે.
આ અઠવાડિયે શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, જેનાથી બ્રહ્માસ્ત્રને ફાયદો થવાનો છે. ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરી શકશે. હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
રણબીર અને આલિયા સાથે બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. અયાન મુખર્જીએ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે, તેનો બીજો ભાગ વર્ષ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે.