હિન્દી સિનેમાના સુપરસ્ટાર અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ આ દિવસોમાં થિયેટરોમાં દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. ‘દ્રશ્યમ 2’ ની કહાની લોકોના દિલને સરળતાથી સ્પર્શી રહી છે, જેના કારણે આ ફિલ્મનું જોરદાર પ્રદર્શન બોક્સ ઓફિસ પર ચાલુ છે. આ ફિલ્મ રિલીઝના 8 મા દિવસે કમાણીની બાબતમાં ધૂમ મચાવી રહી છે.

18 નવેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થનારી અજય દેવગણની ‘દ્રશ્યમ 2’ની કમાણીનો દોર અત્યારે અટકે તેમ લાગતું નથી. આલમ એ છે કે બીજા સપ્તાહના પહેલા દિવસે સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ 2’એ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ‘દ્રશ્યમ 2’ એ બીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર લગભગ 7.60 કરોડનું કલેક્શન કર્યું છે. જો કે ગુરુવારની સરખામણીએ આ કમાણીમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં ‘દ્રશ્યમ 2’ બમ્પર બિઝનેસ કરતી જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા’ની રિલીઝને કારણે ‘દ્રશ્યમ 2’ની કમાણી પર થોડી અસર પડી છે. આવું એટલા માટે થયું કારણ કે ભેડિયા આ મહિનાની મોટી હિન્દી મૂવી રિલીઝ છે, જેના કારણે દ્રશ્યમ 2 માટે થિયેટરોની સંખ્યામાં ઘટાડો થયો છે,

પહેલા અઠવાડિયામાં જ દિગ્દર્શક અભિષેક પાઠકની ‘દ્રશ્યમ 2’ એ સાબિત કરી દીધું છે કે, આ ફિલ્મ આ વર્ષની સુપરહિટ હિન્દી ફિલ્મોની યાદીમાં સામેલ થશે. માત્ર 50 કરોડના બજેટમાં બનેલી ‘દ્રશ્યમ 2’ એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 112 કરોડથી વધુની કમાણી કરી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અભિનેતા અજય દેવગણનો જાદુ દર્શકો પર જોવા મળી રહ્યો છે.