આ દિવસોમાં બોલિવૂડની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી જોવા મળે છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ ના શો પણ સામાન્ય ચાલી રહ્યા છે, જ્યારે આ શુક્રવારે તાપસી પન્નુની ફિલ્મ ‘દોબારા’ થિયેટરોમાં રીલીઝ થઈ છે.

ફિલ્મ વિવેચકોએ ‘દોબારા’ લઈને સારા રિવ્યુઝ આપ્યા અને ફિલ્મને સ્ક્રીનિંગમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ શરૂઆતના દિવસે જ, ફિલ્મ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી જોવા મળી હતી. ‘દોબારા’ એક સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં ટાઈમ લૂપના કેટલાક ટ્વિસ્ટ પણ જોવા મળી રહ્યા છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી ‘દોબારા’ માટે 15.9 લાખ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં તે બ્લોક સીટ્સનો પણ સમાવેશ થાય છે જે ઓનલાઈન બુકિંગ માટે ના આપી પોતે તેને વેચવા માટે હોલ્ડ રાખે છે. જો જનતા ફિલ્મને લઈને માઉથ પબ્લિસિટી કરતા પ્રથમ દિવસ અથવા એડવાન્સ બુકિંગ વધી શકતું હતું પરંતુ આવું થયું નહોતું. એક હિન્દી વેબસાઈટના સમાચાર મુજબ, અહેવાલો જણાવે છે કે ‘દોબારા’ના માત્ર 2-3% ઓક્યુપન્સીના કારણે ઘણા થિયેટરોએ પણ શો કેન્સલ કરી દીધા છે. આવી સ્થિતિમાં માત્ર 275 થી 300 સ્ક્રીન્સ પર રિલીઝ થનારી આ ફિલ્મ માટે કોઈ ખાસ આશા બાકી નથી.

દોબારા ની રિલીઝ પહેલા તાપસી પન્નુએ બોયકોટ બોલીવુડને વિશે નિવેદન આપ્યું હતું કે, તેની ફિલ્મનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને લોકોને તેની ફિલ્મનો બહિષ્કાર કરવા કહ્યું હતું. જો કે તેની ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર એટલો ગુસ્સો જોવા મળી રહ્યો નથી.

તમને જણાવી દઈએ કે, આમિર ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષા બંધન’ હાલમાં સિનેમાઘરોમાં ધીમી ગતિએ ચાલી રહી છે. જોવા માટે દર્શકોની પહેલી પસંદ આ બે મોટા સ્ટાર્સની ફિલ્મ છે. આ જ કારણ છે કે હજુ સુધી ‘દોબારા’ માટે જોવે એવું વાતવરણ બન્યું નથી. 30 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘દોબારા’ પહેલા દિવસે લગભગ 35 લાખની કમાણી કરી શકે છે.