અશ્લીલ ફિલ્મના બનાવવાના આરોપમાં ધરપકડ થયેલ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ કુંદરા મામલે તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે. થોડા દિવસો આગાઉ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતથી એક યુવકની ધરપકડ કરી હતી. જે તન્વીર હાશ્મી ની સુરત ના ભાટપોર ખાતે થી ધરપકડ કરી હતી. તન્વીર હાશ્મી સુરતના વિવિધ વિસ્તારોમાં પોર્ન ફિલ્મ બનાવતો હતો. જે તન્વીર હાશ્મી પોર્ન ફિલ્મ બનાવી રાજ કુંદરાને વેચતો હોવાને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તન્વીર હાશ્મી ની પૂછપરછ કરી શકે છે. તન્વીર હાશ્મી ના બેન્ક એકાઉન્ટ ની તપાસ શરૂ કરી છે. તન્વીર હાશ્મીના ઈન્ડિયન બેન્કના 2 એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં નવા પુરાવ પોલીસને હાથ લાગ્યા છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનો બિઝનેસ કરતા હતા. હાલમાં જ ક્રાઈમ બ્રાંચને અનેક પ્રોડક્શન હાઉસ પાસેથી 70 વીડિયો મળી આવ્યા છે જે રાજના પૂર્વ પીએ ઉમેશ કામતે શૂટ કર્યા હતા. રાજ કુન્દ્રાએ પોતાના વૉટ્સએપમાં એક ગૃપ બનાવ્યુ હતુ, આ ગૃપનાએડમિન પણ રાજ કુન્દ્રા જ હતા. ગૃપમાં રાજ કુન્દ્રા ઉપરાંત કુલ 4 લોકો એડ હતા, મેઘા વિયાન એકાઉન્ટ્સ, પ્રદીપ બખ્શી, રૉબ ડિજીટલ માર્કેટિંગ હૉટશૉટ્સ અને રૉય ઇવાન્સ કન્ટેન્ટહેડ હૉટશૉટ્સ સામેલ હતા.