આઇકોનિક કોમેડી-ડ્રામા ફિલ્મ હેરા ફેરી હજી પણ ચાહકોની પ્રિય ફિલ્મોમાંથી એક છે. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની આ ફિલ્મનું ત્રીજું ચેપ્ટર આવવાનું છે. હેરા ફેરીની સિક્વલની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ચાહકો એ જાણીને ખુશ થશે કે ટૂંક સમયમાં હેરાફેરી 3 આવશે. ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. ફિરોઝે એક ઈન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું છે કે હેરા ફેરી 3 આવશે અને જૂના કલાકારો ફરી ધમાકો કરશે. ફિરોઝના કન્ફર્મેશન બાદ ચાહકોની ખુશીનો પાર રહ્યો નથી.

ફિરોઝ નડિયાદવાલાએ એક નામી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હેરા ફેરી 3 વિશે વાત કરી છે. ફિરોઝે કહ્યું છે કે, ટૂંક સમયમાં તમને જૂના કલાકાર અક્ષય જી, પરેશ ભાઈ અને સુનીલ જી સાથે હેરા ફેરી 3 જોવા મળશે. અમારી પાસે વાર્તા છે અને તેના પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ પહેલાના પાત્ર જ હશે અને તેમનો જાદુ દેખાડશે. આપણે જૂની સિદ્ધિઓને ગ્રાન્ટેડ તરીકે લઈ શકતા નથી, તેથી આપણે વાર્તા, સામગ્રી, પટકથાના સંદર્ભમાં વધુ સાવચેત રહેવું પડશે.

ફિરોઝે વધુમાં કહ્યું કે અમે કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કરી રહ્યા છીએ, વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ફિરોઝના આ ઈન્ટરવ્યુ બાદ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.

જ્યારથી નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ હેરા ફેરી 3ની પુષ્ટિ કરી છે ત્યારથી ચાહકો ઉત્સાહિત છે અને હેરા ફેરી 3 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હેરાફેરીના મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. ચાહકો હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.