સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. ફિલ્મ ‘શેરશાહ’ બાદ આ દિવસોમાં તેને લઈને ઘણી વાતો થવા લાગી હતી. કહેવામાં આવ્યું હતું કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યાર બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર પણ ખૂબ વાયરલ થયા હતા, પરંતુ તે પછી બંને ફરી એક થઈ ગયા છે. કિયારા અડવાણીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના વખાણ કર્યા હતા. આ જાણ્યા બાદ ચાહકો ખૂબ જ ખુશ હતા, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે ચાહકોની ખુશીને બેવડી કરી દેશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફિલ્મ ‘શેરશાહ’ બાદ ફરી એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને એક ફિલ્મમાં સાથે જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. બંનેની જોડીએ ફિલ્મ ‘શેરશાહ’ માં હંગામો મચાવ્યો હતો, ત્યાર બાદ ચાહકો તેમને વાસ્તવિક જીવનમાં પણ સાથે જોવાનું પસંદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, બંને જલ્દી એક ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં એક રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળી શકે છે, બંનેએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ જોઈ છે, અને બંનેને ખૂબ જ પસંદ આવી છે. હવે બસ એ બંનેને સહી કરવાનું બાકી છે. જો બધુ બરાબર રહેશે તો ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ફરી એક વખત સાથે જોવાના છે. જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

કિયારા તાજેતરમાં બે ફિલ્મોમાં જોવા મળી છે, બંને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. તે કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા 2 માં લીડ રોલમાં હતી. આ ફિલ્મે ખૂબ કમાણી કરી હતી. ત્યાર બાદ તે વરુણ ધવન સાથે જુગ જુગ જિયોમાં જોવા મળી હતી. જેઓ આ દિવસોમાં ઘણી કમાણી કરી રહ્યા છે.