સલમાન ખાનના વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 16 મી સીઝન ધમાકો મચાવી રહી છે. શોમાં હાજર તમામ સ્ટાર્સ તેમના ફોર્મમાં પરત આવી ગયા છે અને તેમનું તમામ ધ્યાન બિગ બોસ ટ્રોફી પર લગાવી દીધું છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે. આગામી દિવસે જ, બિગ બોસના એક ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, ટીના દત્તાને આ અઠવાડિયે બિગ બોસમાંથી બહાર કરવામાં આવશે. આશ્ચર્યજનક રીતે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ટીના દત્તા ઇવિક્શનનો એપિસોડ શૂટ કરવામાં આવ્યો છે અને તે બેઘર થઈ ગઈ છે. પરંતુ આ હકાલપટ્ટીમાં પણ ‘બિગ બોસ’ નો ફની ટ્વિસ્ટ આવી શકે છે, જેનો અંદાજ શોના ચાહકોને લાગી ગયો છે.

વાસ્તવમાં ટીના દત્તા બિગ બોસના ઘરમાં એક મજબૂત ખેલાડી છે. શોમાં શાલીન ભનોટ સાથેની તેની નિકટતા ખૂબ જ પસંદ કરવામાં આવી છે, જેના કારણે શોની ટીઆરપીને પણ ફાયદો થયો છે. આવી સ્થિતિમાં હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટીનાને બહાર કાઢવાના સમાચાર ખોટા હોઈ શકે છે. તેની હકાલપટ્ટી માત્ર પરિવારના સભ્યોને ઝટકો આપવા માટે હોઈ શકે છે. પરંતુ તે સીધો જ શોના સિક્રેટ રૂમમાં જઈ શકે છે. ઘણા ચાહકો પોતે ટ્વિટર પર આ વાત કહી રહ્યા છે.

આ લોકપ્રિય ટીવી શોમાંથી ટીનાની હકાલપટ્ટી બાદ ઘણા ચાહકોએ ટ્વીટ કર્યા છે, જેમાં લોકોએ અનુમાન લગાવ્યું છે કે ટીના દત્તા સિક્રેટ રૂમમાં જઈ શકે છે. એક પ્રશંસકે લખ્યું છે કે, ‘મને ખાતરી છે કે, ટીના દત્તા ઇવિક્શન પછી સિક્રેટ રૂમમાં જઈ શકે છે.’ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘મને પણ એવું જ લાગે છે. બિગ બોસ પોતાનું નુકસાન કેમ કરશે?