૧૩ મે એટલે આજે બોલીવુડ અભિનેત્રી સની લિયોન ૪૦ વર્ષની થઈ ગઈ છે. સની લિયોનનો જન્મ ૧૯૮૧ ના સર્નિયા ઓન્ટારિયો, કેનાડામાં પંજાબી શીખ પરિવારથીથયો હતો. તેમનું રીયલ નામ કરણજીત કૌર વોહરા છે. કારકિર્દીની શરૂઆતી સફરમાં સનીએ એક જર્મન બેકરી અને ટેક્સ એન્ડ રિટાયરમેન્ટ ફર્મમાં કામ કર્યું હતું.

ઓછા લોકો જ જાણે છે કે, સની લિયોનને પ્રથમ વખત ફિલ્મ મોહિત સૂરીએ પોતાની ફિલ્મ ‘કલયુગ’ (૨૦૦૫) માટે અપ્રોચ કરી હતી. વાસ્તવમાં, સનીના રિયાલીટી શો ‘બીગ બોસ-૫’ (૨૦૧૧) માં આવ્યા પહેલા જ તેમની બોલીવુડમાં ચર્ચા થવા લાગી હતી. આ કારણ રહ્યું છે કે, મોહિત સૂરીએ સૌથી પહેલા તેમને ‘કલયુગ’ માં કાસ્ટ કરવાનું મન બનાવ્યું હતું. પરંતુ વાત ફી પર આવીને અટકી ગઈ હતી. સની લિયોને આ ફિલ્મ માટે મોહિતથી ફીસ તરીકે ૬ કરોડ રૂપિયાની માંગ કરી હતી.

‘કલયુગ’ ૨૦૦૫ માં આવી હતી તે સમયના હિસાબથી આટલી ફી મોહિતને પોતાના બજેટથી બહાર લાગી હતી. એટલા માટે મોહિતે સનીને ફી આપવાની ના પાડી દીધી હતી. બાદમાં મોહિતે ફિલ્મ પોતાની બહેન સ્માઈલી સૂરી, ડીમ્પલ શો અને અમૃતા સિંહ જેવી હિરોઈનો સાથે બનાવી હતી. તેની સાથે તેમાં કૃણાલ ખેમુ અને ઇમરાન હાશમી મુખ્ય રોલમાં રહ્યા હતા.

‘કલયુગ’ ની રીલીઝના લગભગ ૭ વર્ષ બાદ સની લિયોને ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘જિસ્મ-૨’ (૨૦૧૨) ડેબ્યુ કર્યું હતું. પૂજા ભટ્ટના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મમાં સનીના અપોઝીટ બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા જોવા મળ્યા હતા. ફિલ્મ તો ખાસ ચાલી શકી નહીં, પરંતુ તેમાં સનીના કામને નોટીસ કરવામાં આવ્યું હતું. તેના કારણે તેમને બેક ટુ બેક ફિલ્મો મળતી ગઈ હતી.

સની લિયોને ૨૦૧૧ માં રિયાલીટી શોમાં ‘બીગ બોસ’ ની સીઝન ૫ માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. અહીંથી તેમને બોલીવુડમાં એન્ટ્રી કરવાની તક મળી હતી. વાસ્તવમાં, શોના એક એપિસોડ દરમિયાન ડાયરેક્ટર મહેશ ભટ્ટ મહેમાન બની આવ્યા હતા અને સનીને પોતાની અપકમિંગ ફિલ્મ માટે સિલેક્ટ કરી લીધા હતા. તેમ છતાં, તેમનું ડેબ્યુ સક્સેસફૂલ રહ્યું નહોતું.

બાદમાં તેમને ‘જેકપોટ’ (૨૦૧૩), ‘રાગીણી એમએમએસ ૨’ (૨૦૧૪), ‘એક પહેલી લીલા’ (૨૦૧૫), ‘કુછ-કુછ લોચા હૈ’ (૨૦૧૫), ‘મસ્તીજાદે’ (૨૦૧૬), ‘વન નાઈટ સ્ટેન્ડ’ (૨૦૧૬) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટીવી શો ‘સ્પ્લિટ્સવિલા’ ના સાતમી અને આઠમીને પણ હોસ્ટ કરી ચુકી છે.