વરુણ ધવને તાજેતરમાં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. વરુણ ધવન અને નતાશા અલીબાગમાં લગ્ન કર્યા હતા. તેમ છતાં, લગ્ન બાદ બંને મુંબઈ પરતા આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ તે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે. આ દરમિયન વરુણ ધવનનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વિડીયોમાં તે પોતાના ઘરની સફર કરી રહ્યા છે. વિડીયોમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે શેર કર્યો હતો.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, અનુપમ ખેરને વરુણ ધવન પોતાના ઘરની સફળ કરાવી રહ્યા છે અને તેમને બધી બાબતો વિશેમાં જાણકારી આપી રહ્યા છે. અનુપમ ખેરે જણાવ્યું છે કે, પહેલા આ વિડીયોને પોસ્ટ કર્યો હતો. તેમને કેપ્શનમાં લખ્યું હતું કે, “વરુણ ધવને પોતાનું નવા ઘરની વિશિષ્ટ ટુર કરાવી. તેને બાળપણ જોયો છે. જ્યારે તેમના પ્રાઉડ પિતા ડેવિડ ધવન તેને વેસ્પા સ્કુટરથી લઈને ફરતા હતા. મહેનત સફળ થઈ. તેમની માતા લાલી ધવને ઘરનું ઈન્ટરવ્યું કર્યું છે.” તમને જણાવી દઈએ કે, વરુણ ધવને આ ઘર વર્ષ ૨૦૧૭ માં ખરીદ્યું હતું.