વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ભેડિયા’ ને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અજય દેવગણની ‘દ્રશ્યમ 2’ ના કારણે દર્શકો તરફથી મર્યાદિત સમર્થન રહ્યું છે. ‘ભેડિયા’ ના એક અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ હજુ પણ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી છે. મંગળવારના ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. આવો જાણીએ ફિલ્મનું પાંચમા દિવસે કેટલું કલેક્શન રહ્યું છે.

‘ભેડિયા’ બોક્સ ઓફિસ પર અપેક્ષિત પ્રદર્શન આપી શકી નથી. કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 7.47 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને વીકેન્ડ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રિલીઝના બીજા દિવસે ‘ભેડિયા’ ની કમાણીમાં ઉછાળો આવ્યો હતો અને ફિલ્મે શનિવારે બીજા દિવસે 9.57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે એટલે કે રવિવારે તેણે 11.5 કરોડની કમાણી નોંધાવી છે. ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન નિરાશાજનક રહ્યું હતું અને ‘ભેડિયા’ એ સોમવારે કુલ 3.85 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ મંગળવાર એટલે કે પાંચમા દિવસનું કલેક્શન પણ આવી ગયું છે. શરૂઆતના વલણો અનુસાર, ‘ભેડિયા’એ મંગળવારે કુલ રૂ. 3.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 36.90 કરોડ રૂપિયા થઈ ગયું છે.

Bhedia નું 5 માં દિવસનું કલેક્શન

પ્રથમ દિવસ – રૂ. 7.47 કરોડ

બીજો દિવસ – રૂ. 9.57 કરોડ

ત્રીજો દિવસ – રૂ. 11.50 કરોડ

ચોથો દિવસ – રૂ. 3.85 કરોડ

પાંચમો દિવસ – રૂ. 3.50 કરોડ

કુલ કલેક્શન – રૂ. 36.90 કરોડ