હોલીવુડની દિગ્ગજ અભિનેત્રી બેટી વ્હાઇટનું અવસાન થયું છે. તે 99 વર્ષના હતા. છેલ્લા 60 વર્ષથી તેમણે ટીવીને મુખ્ય આધાર બનાવ્યો હતો. બેટી વ્હાઈટે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત ‘ધ ગોલ્ડન ગર્લ્સ’ અને ‘ધ મેરી ટાયલર મૂર શો’ થી કરી હતી. તે ટીવીના ઈતિહાસમાં સૌથી વધુ કામ કરનારી અભિનેત્રી રહી છે. તેમના અવસાનથી હોલીવુડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના અવસાન પર શોક વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

બેટી વ્હાઈટે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત ‘ધ ગોલ્ડન ગર્લ્સ’ અને ‘ધ મેરી ટાયલર મૂર શો’ થી કરી હતી. બેટીની ગણતરી હોલિવૂડનીએ અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાની ઓળખ બનાવી અને સિનેમાને નવો લુક આપ્યો હતો. તેમના જન્મદિવસના 18 દિવસ પહેલા જ તેમનું અવસાન થયું હતું. બેટી 17 જાન્યુઆરીએ 100 વર્ષની થઈ જાત.

એક નામી ચેનલ મુજબ, અભિનેત્રીએ શુક્રવારે સવારના 9.30 વાગ્યે તેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. બેટીએ 80ના દાયકામાં ટેલિવિઝન શોમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટીએ 1939 માં વ્યાવસાયિક રીતે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દરમિયાન તેણે લોકપ્રિય ટીવી શો ‘ધ ગોલ્ડન ગર્લ’માં રોઝ નાયલેન્ડનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી. આ શ્રેણી 1985 થી 1992 સુધી ચાલી હતી. બેટી વ્હાઇટ પણ તેના નામે એક રસપ્રદ રેકોર્ડ ધરાવે છે. તેમના નામ પર 115 અભિનય ક્રેડિટ્સ પણ છે અને તે ‘ધ બોલ્ડ એન્ડ ધ બ્યુટીફુલ’, લેડીઝ મેઈન, ધેટ 70 શો, બોસ્ટન લીગલ, હોટ ઇન ક્લેવલેન્ડ, જેવા ઘણા શોના ભાગ રહ્યા હતા.