ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021 ના રોજ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ પહેલા જ વિકી જૈને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે બે વર્ષથી અંકિતાની સાથે તેમના ઘરમાં જમાઈ બની રહ્યા છે અને જલ્દી જ બંને પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે. આ દરમિયાન અંકિતાએ તેના નવા ઘરનો ફોટો શેર કર્યો હતો, જે જોઈને કે ટૂંક સમયમાં આ કપલ આ ઘરમાં શિફ્ટ થઈ જશે.

અંકિતા લોખંડે ઘણી વખત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તાજેતરના તેણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે વિકી જૈન સાથે તેના નવા ઘરની બાલ્કનીમાં ઉભી છે. આ બાલ્કનીમાંથી પણ મુંબઈ શહેરનો સુંદર નજારો દેખાય રહ્યો છે. આ દરમિયાન બંને એકબીજાનો હાથ પકડીને બાલ્કનીમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેમાં અંકિતા ઓરેન્જ કલરના સલવાર સૂટમાં છે, જ્યારે વિકીએ વ્હાઇટ કલરનું ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું છે.

અંકિતાએ આ પોતાની આ તસ્વીરોની સાથે એક ઘર અને દિલની ઈમોજુ લગાવ્યું છે અને લખ્યું છે જલ્દી. અંકિતાની આ પોસ્ટ પર તેના ચાહકોની સાથે જ મિત્રો તેને નવા ઘર માટે અભિનંદન આપી રહ્યા છે. કપલની પોસ્ટ પર મોનાલિસાએ લખ્યું છે કે, વાહ… ભવ્ય પાર્ટીની રાહ જોઈ રહી છું. તેની સાથે માહી વિજે લખ્યું છે કે તમારા સપના. આ સાથે ઘણા સ્ટાર્સે આ ફોટો પર કોમેન્ટ કરી છે.