હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ દેખાડી શકી નથી. આ ફિલ્મ પ્રથમ દિવસથી કોઈ ખાસ બિઝનેસ કરી શકી નથી. સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ સોમવારે વિક્રમ વેધાના કલેક્શનમાં 45 ટકાનો ઘટાડો થયો હતો. ફિલ્મ કમાણી માટે સંઘર્ષ કરી રહી છે. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. સાથે જ સાઉથની ફિલ્મો પણ કમાલ બતાવી રહી છે. ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે. આ ફિલ્મને 50 કરોડના ક્લબમાં પ્રવેશવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

વિક્રમ વેધામાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન સાથે રાધિકા આપ્ટે અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. પુષ્કર-ગાયત્રીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં રિતિક રોશન ગેંગસ્ટરના રોલમાં અને સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 65 કરોડનો બિઝનેસ કર્યો છે અને તે ટૂંક સમયમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશવાની તૈયારીમાં છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, વિક્રમ વેધાએ ચોથા દિવસે લગભગ 5.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે પહેલા દિવસે 10.58 કરોડ, બીજા દિવસે 12.51 કરોડ અને ત્રીજા દિવસે 13.85 કરોડનો બિઝનેસ કર્યો હતો. જે બાદ કુલ કલેક્શન 40 કરોડની આસપાસ થશે.

વિક્રમ વેધા વિશે વાત કરવામાં આવે તો, તે આ જ નામની તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળ્યા હતા. લોકો હજુ પણ OTT પ્લેટફોર્મ પર વિક્રમ વેધાનું તમિલ વર્ઝન જોઈ રહ્યાં છે.