હૃતિક રોશન બોલિવૂડના જાણીતા કલાકારોમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયથી તે તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ ને લઈને ચર્ચામાં રહેલા છે. જ્યારથી આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી તેના ફેન્સ તેના માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે, જે મુજબ હૃતિક રોશને મેકર્સનું ટેન્શન વધારવાનું કામ કર્યું છે.

ફિલ્મનું બજેટ અનેકગણું વધી ગયું
ઉલ્લેખનીય છે કે, હૃતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ નામની જ તમિલ ફિલ્મની રિમેક છે, જેનું નિર્દેશન ગાયત્રી અને પુષ્કરે કર્યું હતું. જ્યારે હવે આ બંને હૃતિક સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. એક નામી ચેનલના સમાચાર મુજબ, મેકર્સ તેને તમિલની જેમ ઓછા બજેટમાં બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. અને તે તેને યુપીમાં જ ફિલ્માવવા માંગતા હતો. જો કે રિપોર્ટ અનુસાર હૃતિક રોશન આમ કરવા તૈયાર નથી. તે ઈચ્છે છે કે, યુપી જેવો જ સેટ દુબઈમાં બને અને તેનું શૂટિંગ ત્યાં થાય. જેના કારણે આ ફિલ્મનું બજેટ ઘણું વધી ગયું છે. આ સાથે આ ફિલ્મનું નામ હૃતિકની મોંઘી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

એક નામી ચેનલના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, હૃતિક રોશનની આ માંગને કારણે ફિલ્મનું બજેટ હવે 175 કરોડ થઈ ગયું છે. જ્યારે તમિલ ભાષામાં આ ફિલ્મ માત્ર 11 કરોડમાં બની હતી. જો કે આ સમાચાર અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેરાત કરવામાં આવી નથી.