ટીવીની જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ શો ‘બીગ બોસ ઓટીટી’ માં જોવા મળ્યા બાદ લાઈમલાઈટમાં રહેલી છે. તે બોલ્ડ લુકને ખૂબ નીડરતા સાથે કૈરી કરે છે અને ચાહકોના દિલો પર તહલકો મચાવે છે. લુક્સના કારણે ઉર્ફી જાવેદ કેમેરામેનની પણ પ્રથમ પસંદ બની ગયા છે. તેમ છતાં ઘણી વખત તો લુકના કારણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. આ દરમિયાન એક વખત ફરીથી ઉર્ફી જાવેદ પોતાના લુકના કારણે છવાયેલી છે.

તાજેતરમાં ઉર્ફી જાવેદને અંધેરીમાં સ્પોટ કરવામાં આવી છે. આ દરમિયાન તે પોતાના ફેશન સેન્સથી બોલ્ડનેસની સારી હદો પાર કરતા જોવા મળ્યા છે.

લુકની વાત કરવામાં આવે તો આ દરમિયાન ઉર્ફી જાવેદ ઇનર વગર બેકલેસ ન્યુડ કલરડ્રેસમાં ઓવા મળી રહી છે, જેને આગળથી ગળામાં ટાઈ કરવામાં આવ્યું છે.

 

આ ડ્રેસમાં ઉર્ફી જાવેદની બેક તો સંપૂર્ણ જોવા મળી રહી છે, જયારે ફ્રન્ટથી પણ તેમની ક્લીવેજ લાઈન, બેલી સ્પસ્ટ જોવા મળી રહી છે. આ લુકને તેમને ગ્રીન કલરના પેન્ટની સાથે ડ્રેસ-અપ કર્યું છે.

લુકને કમ્પલીટ કરતા અભિનેત્રી અંધેરીના રસ્તાઓ બિન્દાસ પોઝ આપતા જોવા મળી રહી છે. જ્યારે ઘણી તસ્વીરોમાં તે કેટલીક યુવતીઓની સાથે પણ હસતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદની આ તસ્વીરો ઇન્ટરનેટ પર આવતા જ છવાઈ ગઈ છે.