ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને એક પાવર કપલના રૂપમાં માનવામાં આવે છે. ક્રિકેટ અને બોલીવુડના ક્ષેત્રમાં આઇકોન હોવાની સાથે તે હંમેશા પોતાના સેવાકીય કાર્યો માટે ચર્ચામાં રહે છે. રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીની ફાઉન્ડેશને ૧૪ સપ્ટેમ્બરના મલાડના મડ (મુંબઈ) માં રખડતા પ્રાણીઓ માટે એક પુનવર્સન ક્રેન્દ્ર ખોલ્યું છે. વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, તે પોતાની ફાઉન્ડેશનના સહયોગથી મુંબઈમાં બે પશુ આશ્રયસ્થાનોની સાથે આવ્યા છે. ભારતીય કેપ્ટને ખુલાસો કર્યો છે કે, બંને આશ્રય હવે શરુ થઈ ગયા છે. આ બંને વિવાલ્ડીસ અને આવાઝના સહયોગથી આવ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે, વિરાટ અને અનુષ્કા રખડતા પ્રાણીઓના અધિકારોને ટેકો આપે છે અને હંમેશા સેવાકીય કામ કરે છે. અનુષ્કા શર્મા પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રહે છે અને તેમને પોતાના સોશિયલ મીડિયા શેર કરતી રહે છે. આ જણાવવામાં આવ્યું છે કે, નવા પુનવર્સન કેન્દ્ર ઈજાગ્રસ્ત રખડતા પ્રાણીઓની સારવાર માટે કામ કરશે અને નિષ્ણાતોનું જૂથ પ્રક્રિયાને સરળ રીતે ચલાવવાની ખાતરી કરશે.

તેના પર વાત કરતા વિરાટ કોહલીએ હંમેશા નેક કામ માટે કામ કરવા માટે પોતાની પત્ની અનુષ્કાની પ્રશંસા કરી અને જણાવ્યું છે પાસેથી પ્રેરણા લેશે.

વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, “હું પ્રાણીઓના ક્લાયણ માટે અનુશ્કાના સમર્પણની પ્રશંસા કરું છું અને મેં તેમનાથી જ પ્રેરણા લીધી છે. આ અમારું સપનું છે કે, અમે પોતાના શહેરના આવારા પ્રાણીઓ માટે એક સુરક્ષિત જગ્યા બનાવ્યા છે. અમે આ જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કે, કેન્દ્ર તૈયાર છે અને આ નેકપહેલના માધ્યમથી ફેરફારની આછા છે.”