ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી એ મુંબઈના વર્સોવા વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટની કિંમત 17 કરોડ 92 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રીલિઝ થઈ હતી, જેણે ખૂબ જ ધૂમ મચાવી હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી પણ કરી હતી.

તેમની પત્ની પલ્લવી જોશીના પૈસા પણ વિવેક અગ્નિહોત્રીએ ખરીદેલા એપાર્ટમેન્ટમાં રોકાયા છે. રિપોર્ટ અનુસાર બંનેએ આ પ્રોપર્ટી પ્રોજેક્ટ એકસ્ટસી રિયલ્ટી ડેવલપર પાસેથી ખરીદી છે. પલ્લવી જોશી અને વિવેહ અગ્નિહોત્રીનું એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 30 મા માળે છે, જેનું કદ 3,258 ચોરસ ફૂટ રહેલ છે. આ એપાર્ટમેન્ટ સાથે ત્રણ કાર પાર્કિંગ સ્લોટ પણ ઉપલબ્ધ હશે. સમાચાર અનુસાર, વિવેક અને તેની પત્નીએ 1 કરોડ 7 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

આ લક્ઝરી એપાર્ટમેન્ટની ચોરસ ફૂટની કિંમત લગભગ 55 હજાર રૂપિયા છે. તેની મિલકતની કાગળની વિગતો Indextap.com પર ઉપલબ્ધ છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મને લઈને ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો, તેમ છતાં ફિલ્મે 340 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારની કહાની બતાવવામાં આવી છે.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, ચિન્મય માંડલેકર અને ભાષા સુમ્બલી જોવા મળ્યા હતા. આ ફિલ્મ હાલમાં OTT પ્લેટફોર્મ ZEE5 પર ઉપલબ્ધ છે.