બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તાજેતરમાં શિલ્પા શેટ્ટીના ભાઈ રાજીવ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના આ વીડિયોમાં રાજીવ અને ઈશાની કેમેસ્ટ્રી જોવાલાયક છે. ઇશા ગુપ્તા રાજીવ સાથે આલિયા ભટ્ટની બ્લોકબસ્ટર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના સુપરહિટ ગીત મેરી જાન પર એક રીલ શેર કરી છે. તેના લીધે તે ચર્ચામાં આવી ગઈ છે.

તમે બધા જાણતા જ હશો કે, રાજીવ આદતિયા બિગ બોસમાં આવતા પહેલા પણ બોલિવૂડમાં ખૂબ જ ફેમસ હતો. તેમ છતાં ચાહકોની વચ્ચે ઓછો લોકપ્રિય હતો પરંતુ માયા નગરીમાં તેમની ખૂબ ચાલે છે. એવામાં બીગ બોસમાં આવ્યા બાદ મળેલી લોકપ્રિયતાથી જ રાજીવની ખૂબ ફેન ફોલોઈંગ મળી છે. આવી સ્થિતિમાં ઈશા સાથે રાજીવનો આ રોમેન્ટિક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rajiv Adatia (@rajivadatia)

ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈ રહેલા દર્શકો સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ઈશા ગુપ્તાના આ વીડિયો પર માત્ર દર્શકો જ નહીં પરંતુ બોલિવૂડના ઘણા ફેમસ ચહેરાઓ કોમેન્ટ કરતા જોવા મળ્યા છે. રિચા શર્માથી લઈને અમિત સોબતી સુધીની અભિનેત્રીએ વીડિયો પર કોમેન્ટ કરીને તેના વખાણ કર્યા છે, સાથે જ રાજીવના એક્સપ્રેશનને જોઈને ફિલ્મ સ્ટાર્સની સાથે ચાહકો પણ ખૂબ હસ્યા છે. થોડી જ મિનિટોમાં આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.