એકતા કપૂરના સુપરહિટ શોએ ‘કહાની ઘર ઘર કી’ એ નાના પડદા પર 8 વર્ષ સુધી રાજ કર્યું હતું. આ શો વર્ષ 2022 માં ઓગસ્ટ મહિનાથી દરરોજ બપોરે 3 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. લગભગ 14 વર્ષ બાદ સાક્ષી તંવર અને કિરણ કરમરકરનો આ શો નાના પડદે પરત ફરી રહ્યો છે. આવી સ્થિતિમાં કલાકાર અને ઓમ અગ્રવાલના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા કિરણ કરમરકરને જૂના દિવસો યાદ આવ્યા છે.

કિરણ કરમરકરે સૌથી પહેલા એકતા કપૂરના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે તેનું પાત્ર ઓમ અગ્રવાલ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જ્યારે તેના મૃત્યુનો સીન આવ્યો ત્યારે પણ સેટ પરના લોકો રડવા લાગ્યા હતા. નામી ચેનલથી વાત કરતા કિરણે કહ્યું છે કે, અજય દેવગણની જેમ સિંઘમ પહેલા 100 ફિલ્મો કરી હતી પરંતુ આ ફિલ્મ પછી તેને સિંઘમ કહેવામાં આવ્યો છે. એ જ રીતે મેં ‘કહાની ઘર ઘર કી’ પહેલા અને પછી ઘણા શો કર્યા પરંતુ ઓમ અગ્રવાલની ઈમેજ મારી સાથે જોડાઈ ગઈ છે. હવે દરેક અમને ઓળખે છે. આ માટે એકતા કપૂરનો આભાર. તે સખત મહેનત પણ કરતી અને સવારે ચાર વાગ્યા સુધી એડિટિંગ માટે બેસી રહેતી હતી.

કિરણે શો સાથે જોડાયેલી એક ઘટના શેર કરી છે. તેમણે કહ્યું છે કે, શોમાં મારું પાત્ર ઓમ મરી ગયું હતું, તો પછી તે કેમ પાછું આવ્યું. આ પ્રશ્નનો તેણે જવાબ આપ્યો. જ્યારે મને સફેદ કપડામાં લપેટીને વાંસના પાળા પર સૂવડાવવામાં આવતો હતો, ત્યારે હું 90 ના દાયકાથી જે લોકોને ઓળખતો હતો. તેમણે કહ્યું, તમે આવું કેમ કરો છો? અમને સારું લાગતું નથી. કેટલીક મહિલાઓ સેટ પર રડવા પણ લાગી હતી. જનતાની માંગ પર મારે પાછા ફરવું પડ્યું હતું. 5 વર્ષ સુધી એ પાત્ર ભજવ્યા પછી મને લાગ્યું કે મારે એમાંથી બહાર આવીને કંઈક બીજું કરવું જોઈએ. મેં આ દરમિયાન ઘણા શો કર્યા પરંતુ બધા ઓમ વિશે વાત કરતા હતા. તેથી 2008 માં મારે શોમાં પાછા ફરવું પડ્યું. મારું પાત્ર બદલાઈ ગયું હોવાથી મેં તેને ફરીથી માણવાનું શરૂ કર્યું હતું.

કિરણ સિવાય અભિનેત્રી સાક્ષી તંવરને આ રોલ માટે ઘરે-ઘરે ઓળખ મળી હતી. તેણે પાર્વતીના પાત્રથી દર્શકોના દિલ જીતી લીધા હતા. શોના અન્ય સ્ટાર્સ પણ હવે ઘણા બદલાઈ ગયા છે. ચાલો જોઈએ કે શોની વાપસી પર દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે.