ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને પ્રખ્યાત ટીવી એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. લાંબા સમય સુધી ડેટિંગની પ્રક્રિયા ચાલ્યા બાદ હવે બંનેના લગ્ન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી બંનેના લગ્નને લઈને ઘણા અહેવાલો આવી રહ્યા હતા, પરંતુ હવે સુનીલ શેટ્ટીએ ખુદ બંનેના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે. બંનેના લગ્ન વિશે વાત કરતાં તેણે કહ્યું કે, તારીખો પર વિચાર કરવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે, “આશા કરે છે કે, ટૂંક સમયમાં અમને ખબર પડી જશે કે લગ્ન ક્યારે અને ક્યાં થશે. યોગ્ય સમય આવશે ત્યારે બધાને ખબર પડશે. બંનેના સમયપત્રકને ધ્યાનમાં લઈને આ બાબત નક્કી કરવામાં આવશે. અમે ટૂંક સમયમાં તારીખો નક્કી કરીશું.”

બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. બંનેની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ગત 5 નવેમ્બરે આથિયા શેટ્ટીનો જન્મદિવસ હતો. આ અવસર પર કેએલ રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આથિયાને ખૂબ જ પ્રેમથી શુભેચ્છા પાઠવી હતી. તેણે પોતાની અને આથિયાની ત્રણ તસ્વીરો પણ શેર કરી હતી. સુનીલ શેટ્ટી અને ભાઈ અહાન શેટ્ટીએ પણ કેએલ રાહુલની આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પસાર થયેલા T20 વર્લ્ડ કપ 2022માં, કેએલ રાહુલ મોટી અને મહત્વપૂર્ણ મેચોમાં જોવા મળ્યો હતો. તેણે આખા વર્લ્ડ કપની 6 મેચમાં 21.33 ની એવરેજ અને 120.75 ની સ્ટ્રાઈક રેટથી 128 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી નીકળી હતી.