મુંબઈમાં કોરોનાનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઘણા સ્ટાર્સ તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. એટલા માટે સાવચેતી માટે કોમેડિયન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિમ્બાચીયાની સાથે મુંબઈ છોડી પોતાના ફાર્મ હાઉસ ચાલી ગઈ છે.

ભારતી સિંહે તેના લેટેસ્ટ Vlog માં તેની જાણકારી આપી છે. ભારતી સિંહ જણાવ્યું કે, મુંબઈમાં કોરોનાના ખતરાને જોતા તેમને આ નિર્ણય લીધો છે. તે હાલમાં પોતાના ફાર્મ હાઉસથી જ શૂટિંગ કરશે અને Vlog બનાવશે. ભારતી સિંહે Vlog માં પોતાના ફાર્મ હાઉસનો નજારો પણ દેખાડ્યો છે. ત્યાં હર્ષ અને ભારતીય એક બીજાની કંપની એન્જોય કરી રહ્યા છે.

ભારતી સિંહની પ્રેગ્નન્સી આ દિવસોમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી છે. ભારતી ઈન્સ્ટા પર બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો પણ શેર કરે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતી ક્યારેક ચાહકો તો ક્યારે કેમેરામેન પૂછતી રહે છે કે, તેમને છોકરો થશે કે છોકરી. પ્રેગ્નેન્સી ફેઝને ભારતી સિંહ એન્જોય કરી રહી છે. તેમ છતાં તે કામ કરવાનું ચાલી રાખી રહી છે. ભારતીનું કહેવું છે કે, તે તેની નિયત તારીખ સુધી કામ ચાલુ રાખશે.

પ્રેગ્નેન્ટ ભારતીના આ નાજુક સમયમાં તેનો પતિ હર્ષ ખૂબ કાળજી રાખી રહ્યો છે. ભારતી તેની ડાયટનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ભારતી સિંહ એ પણ માને છે કે, પ્રેગ્નેન્સી તબક્કો મુશ્કેલ હોય છે. અત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન તેના બાળક પર છે. ભારતી સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો મૂડસ્વિંગ્સ છે. કેટલીક વખત તે ખૂબ ચિડાઈ પણ જાય છે. કોરોના કાળમાં ભારતી પણ તેના બાળકને લઈને પણ ચિંતામાં છે.