બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલા છેલ્લા ઘણા વર્ષોથી મોબાઈલ ફોનની ૫જી ટેકનીકને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અભિનેત્રીનું કહેવું છે કે, લોકોના સ્વાસ્થ્ય પર રેડિયોફ્રીક્વન્સીના સંભવિત નુકસાનકારક અસરોનું વિશ્લેષણ કર્યા વિના તેનો અમલ થવો જોઈએ નહીં. હવે આ કેસને આગળ વધારતા અભિનેત્રીએ કોર્ટનો સંપર્ક કર્યો છે. જૂહી ચાવલાએ હવે ભારતમાં ૫જી ટેકનોલોજીને લાગુ કરવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની પ્રથમ સુનાવણી આજે યોજાવવાની છે.

મીડિયા રિપોર્ટ મુજબ, જુહી ચાવલાએ પોતાની આ અરજીમાં ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયથી સામાન્ય લોકો, તમામ જીવ-જંતુઓ, વન અને પર્યાવરણ પર ૫જી ટેકનોલોજીને લાગૂ કરવાથી તેની અસર જોડાયેલ અહેવાલોના આધારે ભારતમાં લાગુ કરવું કે ના તેને લઈને અપીલ કરી છે. જુહી ચાવલા રેડીએશનના પ્રતિ જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે. કેન્દ્ર ડીઝીટલ ઇન્ડિયાના સિદ્ધિ મેળવવા માટે ૫જી લાગુ કરવા જઈ રહ્યું છે, આ દરમિયાન જૂહીએ પૂછ્યુ છે કે, નવી ટેકનીક પર ઘણા નોંધપાત્ર સંશોધન કરવામાં આવ્યું છે.?

જુહી ચાવલાના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતમાં ૫જી ટેકનોલોજીને લાગુ કર્યા પહેલા RF રેડીએશનથી માનવ જાતી, મહિલા, પુરશો, પુખ્ત વયના લોકો, બાળકો, શિશુઓ, પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ પર અસર કરી શકે છે. જેના કારણે ૫ જી ટેકનોલોજી પર વિચાર કરવો જરૂરી છે.