બોલીવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાન કોવિડ પોઝીટીવ આવી છે. તેમને આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. ફરાહ ખાન કોરોના વેક્સીનની બંને ડોઝ લઇ ચુકી છે તેમ છતાં તે કોરોના પોઝીટીવ આવી છે. ફરાહ ખાને તેની નજીક આવેલા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

થોડા સમય પહેલા ફરાહ ખાને પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે. તેમને લખ્યું છે કે, “મને ઘણી હેરાની થઈ રહી છે કે, આવું થયું….કદાચ મે પોતાનો કાળો ટીકો લગાવ્યો નહોતો. કોરોનાના બંને ડોઝ લીધા અને જેને બંને ડોઝ લીધા છે એવા લોકોની સાથે કરવા છતાં કોવિડ પોઝીટીવ આવી છે.

આ સિવાય તેમને જણાવ્યું છે કે, મે તે લોકોને પહેલાથી જ આ વિશેમાં જાણ કરી દીધી છે કે તે પોતાના ટેસ્ટ કરાવી લે, ત્યાર બાદ તેમને મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, પરંતુ તેમ છતાં જો હું કોઈને ભૂલી ગઈ છુ તો પ્લીઝ પોતાનો ટેસ્ટ કરાવી લો. આશા કરું છુ જલ્દી જ રિકવર કરીશ.”