કોણ છે રિયા સેન, જે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી

હિન્દી અને બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મૂન મૂન સેનની પુત્રી રિયા સેન એક જાણીતી અભિનેત્રી છે. તે હિન્દી ફિલ્મો સ્ટાઇલ, ઝંકાર બીટ્સ અને અપના સપના મની મનીમાં જોવા મળી છે. રિયા સેન પણ પોતાની બોલ્ડનેસને કારણે ઘણી ચર્ચામાં રહે છે. જો કે, તેની કારકિર્દી ઉંચાઈએ પહોંચે તે પહેલા જ બોલિવૂડ ફ્લોપ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમને બંગાળી ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. તાજેતરમાં રિયા સેન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી. ત્યાર બાદ ફરી તેમના વિશે ચર્ચાએ જોર પકડ્યું છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 71 મો દિવસ છે. આ યાત્રા તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાંથી પસાર થાય છે અને હવે મહારાષ્ટ્રમાં છે. રાહુલ ગાંધી અને અન્ય લોકોએ ગુરુવારે મહારાષ્ટ્રના પાતુરથી ફરી યાત્રા શરૂ કરી હતી. બોલિવૂડ પણ આ સફરને સપોર્ટ કરી રહ્યું છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન આ યાત્રામાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પૂજા ભટ્ટ પણ સફરમાં જોવા મળી ચુકી છે.
રિયા સેન વિશે વાત કરીએ તો તે અભિનેત્રી રાયમા સેનની બહેન છે અને અભિનેત્રી ત્રિપુરાના રાજવી પરિવારની છે. તેમના પિતા ભરત દેવ વર્મા કૂચ બિહારની રાણી ઇલા દેવીના પુત્ર છે. રિયાને પ્રથમ ઓળખ ફાલ્ગુની પાઠકના ગીત ચૂડી જો ખનકે હાથ મેંથી મળી હતી. રિયાએ તેની ફિલ્મોમાં બોલ્ડ સીન્સ દ્વારા ઘણી ચર્ચા જગાવી છે. જોકે હવે તે સંપૂર્ણપણે બંગાળી ફિલ્મો તરફ વળી ચુકી છે.