બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર 200 કરોડનો જાદુઈ આંકડો પાર કરવા માટે તૈયાર છે. જ્યારે વિશ્વભરમાં રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ખૂબ ધૂમ મચાવી રહી છે. બોલિવૂડના ટ્રેન્ડની વચ્ચે, બ્રહ્માસ્ત્રે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વવ્યાપી (Brahmastra Movie Worldwide) પર પણ શાનદાર કલેક્શન કર્યું છે. એટલું જ નહીં આ ફિલ્મે દુનિયામાં 300 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.

આની જાણકારી ખુદ અયાન મુખર્જીએ આપી છે. ખરેખર, ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં અયાને ફિલ્મ બ્રહ્માસ્ત્રની એક નાનકડી વીડિયો ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં રણબીર કપૂર તેના અગ્નિ અસ્ત્રના અવતારમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં ઘણા શબ્દો ચમકી રહ્યા છે.

આ વીડિયો દ્વારા માહિતી આપતા અયાને જણાવ્યું છે કે, ફિલ્મ બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ વર્લ્ડવાઈલ્ડે 300 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ફિલ્મના વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર એક સપ્તાહ પસાર થઈ ગયા છે અને 1 અઠવાડિયામાં બ્રહ્માસ્ત્રે 300 કરોડનો બિઝનેસ કર્યો છે. એટલા માટે બ્રહ્માસ્ત્ર પહેલી હિન્દી ફિલ્મ છે જે વર્લ્ડવાઈલ્ડ ટ્રેન્ડ કરી રહી છે.