ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમેરિકામાં છે અને તે લોકોને ગરબા, લોકગીતોના નાદમાં ઝૂમાવી રહ્યાં છે. ગુજરાતી લોકગાયક કિર્તીદાને અમેરિકાની ધરતી પર સૌ ને ધેલું લગાડ્યું છે. અમેરિકાની ધરતી પર 33થી વધુ સ્ટેજ શો કરનાર કીર્તિદાન પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે.

જ્યારે કીર્તિદાન ગઢવીનો અમેરિકા ના બે માસ ના રોકાણમાં છેલ્લો શો લાસવેગાસ માં (LAS VEGAS ) માં હતો. છેલ્લા 33 માં શોમાં ગુજરાતીઓ મન મૂકીને કીર્તિદાન ના કંઠ પર વરસ્યા હતા. નાના ભૂલકાઓ સહીત ગુજરાતીઓએ કિર્તીદાનની રચના પર ડોલરનો વરસાદ કર્યો હતો. ગુજરાતી કલાકાર કિર્તીદાન ગઢવી પ્રથમ એવા કલાકાર બન્યા છે કે અમેરિકાની ધરતી પર એક સાથે 33 શો કર્યા હોય. તેની સાથે ન્યુજર્સીમાં કીર્તિદાન ગઢવી વૈશ્વિક વર્લ્ડ રેકોર્ડ માટે કામ કરતી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.

દુનિયાભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રથમ સ્થાન પર રહેલ છે, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાં જ જુદા-જુદા ક્ષેત્રે કામ કરી રહી છે જેમાં અનેક કેટેગરી સામેલ છે. તેમાં વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસનો સમાવેશ થાય છે.