જો તમને થિયેટરમાં ઘરનો નાસ્તો ન લઇ જવા આપે તો હવે કરી શકો છો ફરિયાદ ?

મનોરંજનના સ્થળે લોકો પોતાની સાથે ખાવા પીવાની વસ્તુઓ તો ઠીક પરંતુ પીવાનું પાણી પણ લઇ જઇ શકતા નથી ત્યારે હવે તેને લઈને આજે મોટા સમાચાર સામે આવુંય છે. જો તમને આવી જગ્યાએ ઘરનો નાસ્તો ન લઇ જવા દે તો ફરિયાદ કરી શકાશે. જો કે ગ્રાહકોને તેમના અધિકારો વિષે જાગૃતિનો ઘણો અભાવ હોય છે જેના લીધે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે હવે તમે થિયેટરમાં ઘરનો નાસ્તો લઇ જઈ શકો છો જો આવું ન થવા દે તો તમે તેની સામે ફરિયાદ પણ કરી શકો છો.
મનોરંજન આપતા સ્થળો જેમ કે થિયેટર, મલ્ટિપ્લેકસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કના માલિકો દ્વારા પોતાની રીતે જ આવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. જેને કાયદાનું કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. મલ્ટિપ્લક્ષ થિયેટરો પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે, તેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય.
ગ્રાહક થિયેટરમાં પોતાનું ફૂડ અને પાણી લઈ જઈ શકે.સિનેમા રેગ્યુલેશન એક્ટ 1955 મુજબ દર્શકોને સિનેમા હૉલમાં ફૂડ લઈ જતા રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી. ભારતીય સંવિધાનમાં કોઈ એવો કાયદો નથી જે મૂવી જોવા જતા દર્શકને સિનેમા હૉલમાં પોતાનું ફૂડ લઈ જતા રોકે. 2017માં વિજય ગોપાલે હૈદરાબાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં INOX મલ્ટીપ્લેક્સ સામે ફરિયાદ કરી હતી. થિયેટરમાં બહારના ખાદ્યપદાર્થ, પાણી લઈ જવા પર પ્રતિબંધ છે જ નહીં.
જો કોઈ થિયેટર ઘરનો નાસ્તો થિયેટરમાં લઈ જવાની ના પાડે તો એ અંગે ફરિયાદ પણ કરી શકે છે. થિયેટરમાં પ્રેક્ષકો પોતાની પાસેની પાણીની બોટલ, ઘરનો નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. ગ્રાહકો આવી કોઇપણ ફરિયાદ કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી શકશે અને જિલ્લા કલેકટર તે અંતર્ગત નિર્ણય લઇ શકશે.